અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદમાં 19 ટકા વધુ વરસાદ વરસ્યો
સાયકલોનિક સર્ક્યુલેશનની મોન્સૂન ટ્રફ ગુજરાતમાં એક્ટિવ થતા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 48 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં 28 ટકા વધુ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 72 ટકા વધુ વરસાદ જ્યારે અમદાવાદમાં 19 ટકા વધુ વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તો મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં ડેમ કેટલા ડેમ છલોછલ થયા
સારા વરસાદ અને પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 156 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ તો 70થી 80 ટકા ભરાયેલા 10 ડેમ વોર્નિંગ પર છે.
ચોમાસાની સિઝનમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 131.07 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં ખાબક્યો સિઝનનો અત્યાર સુધીનો 137.03 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 136.25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 127.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 110.19 ટકા વરસાદ નોંધાયો છે.
Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ