અમરેલીઃ બાબરા નજીક રાજકોટ-ભાવનગર હાઇવે પર કારે ટક્કર મારતાં બાઇક પર જઈ રહેલા દંપતીમાંથી પત્નીનું મોત નીપજ્યું છે. આ અકસ્માતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. બાઇક ચાલકને કારે જોરદાર ટક્કર મારી હતી. પાછળથી જોરદાર ટક્કર મારી બાઇકને કેટલાય ફૂટ સુધી ઉલાળી હતી.
આ ઘટનામાં પતિની સામે જ પત્નીનું મોત નીપજ્યું છે. થોડા દિવસ પહેલા બનેલી ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. હચમચાવતો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે.
ગત 11મી નવેમ્બરે બાબરા નજીક રાજકોટ ભાવનગર હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જસદણથી મોટરસાયકલ લઈને આવતા વૃદ્ધ દંપતીને પાછળથી કારે જોરદાર ટક્કર મારી હતી. પતિ સામે પત્નીનું ઘટના સ્થળે મોત થયું તો પતિ ને ગંભીર ઇજાઓે પહોંચી હતી. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. જગદીશભાઈ પરવાડીયા અને ભાવનાબેન પરવાડીયા બંને જસદણથી પોતનાં ગામ જીઠુડી જતાં હતાં અને બાબરા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો.
Bhavnagar : દાઠા નજીક પુલ ધારાશાઇ થતા આસપાસના 20 ગામો સમ્પર્ક વિહોણા બન્યા ભાવનગરઃ તળાજાના દાઠા ગામનો પુલ તૂટ્યો છે. કપચી ભરેલો ભારે ટ્રક પુલ ઉપરથી પસાર થતા પુલ વચ્ચેથી ભાંગી ગયો. ટ્રકના વજનથી પુલ વચ્ચેથી તૂટી અને બેસી જતા આ માર્ગનો વાહન વ્યહાર ઠપ થયો છે. વર્ષો જૂનો પુલ બેસી જતા આસપાસના 5 થી 6 ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. જોકે તંત્ર આ પુલ જલ્દી કરાવે તેવી લોક માંગ ઉઠી છે. તળાજા નજીક આવેલ દાઠા ગામ માં ગઈ કાલે પુલ ધરાશાઇ થતા આસપાસના 20 જેટલા ગામોને જોડતો રસ્તો બંધ થતાં આસપાસના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ પુલનું નિર્માણ 1971 માં કરવામાં આવ્યું હતું, પરંતુ આટલા વર્ષોથી પુલની હાલત કફોડી બની હતી, જેને કારણે ગઈ કાલે આ પુલે દમ તોડી દેતા પુલના બે ભાગ થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ પુલ ધરાશાય થતા 20 જેટલા ગામો સમ્પર્ક વિહોણા થઈ ગયા છે. ગામ લોકોનું કહેવું છે કે આ પુલ એક માત્ર રસ્તો હતો એ પણ તૂટી પડતા પરેશાન થવાનો વારો આવ્યો છે. દાઠા ગામનો પુલ ધરાશાય થતા બોરડાથી તળાજા જવા માટે હવે લોકોને 30 કિમિ ફરીને જવા મજુબર થવું પડશે. કેમ કે આ એક માત્ર પુલ હતો અને આસપાસના 20 જેટલા ગામો આ પુલ પરથી પસાર થતા હતા. લોકોનું કહેવું છે કે આલ્ટ્રાટેક કંપનીના લોડિંગ વાહનોની અવરજવરના કારણે આ પુલ બેસી ગયો છે. તંત્રને આ બાબતે અનેકવાર રજુઆત કરવા છતાં આ પુલનું સમારકામ કે રીપેરીંગ ના કરાવ્યું. અંતે આ પુલ તૂટી પડ્યો અને હવે આ પુલને ક્યારે તંત્ર બનાવશે તે પણ એક પ્રશ્ન છે. કેમ કે સુપ્રીદ્ધ ચામુંડા માતા મંદિર કોટડા યાત્રાધામને જોડતો આ પુલ હતો. અહીંયા હજારો યાત્રિકો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ આ પુલ તૂટી પડતા હવે યાત્રિકોને પણ 30 કિમિ ફરી ને દર્શનાર્થે આવવું પડશે અને લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે આ મામલે તળાજાના મામલતદારને પૂછતા તેમણે જણાવેલ કે ઘટનાની જાણ થતા નાયબ મામલતદારને ઘટના સ્થળે મોકલી આપ્યા હતા અને ત્યાં તત્કાલિક ધોરણે બીજો રસ્તો બનાવી કોઈને પણ અગવડતા ના પડે તે માટે રસ્તો તૈયાર કરવા નું કામ શરૂ કરી દીધું છે અને જલ્દીથી આ પુલનું નવ નિર્માણ કરવામાં આવશે, તેવું આશ્વાસન આપ્યું હતું. પરંતુ હાલ તો લોકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે.