આ પહેલા કચ્છમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય ભાજપમાં સામેલ થયા હતા. ડાંગમાં પણ કૉંગ્રેસના ઘણા કાર્યકરો ભાજપમાં સામેલ થયા હતા. કાલીબેલ વિસ્તારમાં યોજાયેલ સભામાં 153 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. વઘઈ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, નિવૃત શિક્ષકો પણ ભાજપમાં જોડાયા હતા.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.