સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 107 તાલુકામાં પડ્યો વરસાદ, જાણો કઈ જગ્યાએ નોંધાયો સૌથી વધુ વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Aug 2020 04:58 PM (IST)
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી વરસાદની આગાહી કરી છે.
ગાંધીનગર: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી વરસાદની આગાહી કરી છે. 9 ઓગસ્ટથી ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. અરબી સમુદ્રમાં લો પ્રેશર અને રાજસ્થાન પાસે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં ભારે વરસાદની પડે તેવી સંભાવના છે. રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 107 તાલુકમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો હતો. ઉમરપાડામાં 1.9 ઈંચ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો - સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 1.9 ઇંચ - બનાસકાંઠા - દિયોદર - 1.8 ઇંચ - બનાસકાંઠા - વડગામ - 1.7 ઇંચ - સુરત - માડંવી - 1.7 ઇંચ - પાટણ - સિધ્ધપુર - 1.6 ઇંચ - પાટણ - રાધનપુર - 1.4 ઇંચ - અરવલ્લી - ધનસુરા - 1.4 ઇંચ - ગાંધીનગર - કલોલ - 1.3 ઇંચ - પાટણ - સરસ્વતી - 1.3 ઇંચ - સાબરકાંઠા - તલોદ - 1.3 ઇંચ IPL 2020: જાણો કઈ ટીમ બની શકે છે ચેમ્પિયન, શું છે ગણિત ગુજરાત સરકારના ક્યા ટોચના પ્રધાનના ભાઈએ કર્યો આપઘાત ? જાણો શું હતું કારણ ? દેશના આ મોટા રાજ્યમાં આવતીકાલથી ખૂલશે ધર્મસ્થાનો, જાણો સરકારે શું મુકી શરત