ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1078 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 25 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2654 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જ્યારે 54,138 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 71,064 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે રાજકોટ કોર્પોરેશન તથા સુરત કોર્પોરેશનમાં 5-5, સુરતમાં 4, અમદાવાદ કોર્પોરેશન 3, કચ્છ 2, વડોદરા કોર્પોરેશન 2, જુનાગઢ 1,મહેસાણા 1, વડોદરા 1, અન્ય રાજય 1 મળીને કુલ 25 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 178, અમદાવાદ કોર્પોરેશનમાં 138, વડોદરા કોર્પોરેશનમાં 98, રાજકોટ કોર્પોરેશનમાં 60, જામનગર કોર્પોરેશનમં 58, પંચમહાલમાં 47, સુરતમાં 44, અમરેલીમાં 35, રાજકોટમાં 35, ગીર સોમનાથમાં 32, ભરૂચમાં 28, કચ્છમાં 25 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1311 દર્દી સાજા થયા હતા અને 30,985 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9,87,630 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,88,222 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,86,610 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1622 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.