Amreli Crime: રાજ્યમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાથી સભ્ય સમાજમાં રોષ ફેલાઇ રહ્યો છે. અમરેલી જિલ્લામાં સભ્ય સમાજ માટે એક ભયંકર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમરેલીના બગસરામાં એક પિતાએ પોતાની સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યુ છે, હાલમાં પિતાની પોલીસે ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. પીડિત દીકરીએ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરતાં પિતાને જેલ હવાલે કરવામાં આવ્યો છે. 


અમરેલીમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, પિતાએ જ પોતાની દીકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના ઘટી છે. બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અમરેલી જિલ્લામાં સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન એવો કિસ્સો ઘટ્યો છે, બગસરામાં એક હવસખોર પિતાએ પોતાની દીકરી પર દાનત બગાડી અને તકનો લાભ ઉઠાવ્યો હતો. પોતાની સગીર દીકરીને પિતાએ ઘરમાં જ અલગ અલગ રૂમમાં લઇ જઇને અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ, જોકે, સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટતા પિતાની ધરપકડ કરવામાં આવી છે. ભોગ બનનારી પીડિત દીકરીએ પિતાની કરતૂતોનો સામનો કરતાં બાદમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પિતા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, હાલમાં પોલીસે નરાધમ આરોપી પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો


Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, આજે આ 9 જિલ્લામાં ગરમીનું 'રેડ એલર્ટ'