અમરેલીઃ જાફરાબાદના માછીમારને મગરુ નામની દુર્લભ મહાકાય માછલી મળી આવી હતી. જાફરાબાદથી 60 નોટિકલ માઇલ્સ દૂર આ માછલી મળી આવતા જેટી પર લાવવામાં આવી હતી. આ માછલી કોડ લીવર ઓઈલનો મુખ્ય સ્ત્રોત હોવાની માન્યતા છે.



આ માછલીને બોટમાંથી ઊંચકવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. જાફરાબાદ જેટી પર માછલીને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. મગરુ માછલી અતિ કિંમતી હોવાનું કહેવાય છે.



60 નોટિકલ્સ માઇલ દૂર દરિયામાં મળી આવેલ આ મગરુ નામક માછલીને વેરાવળ મોકલવામાં આવી છે.