મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરના દેવપરા નજીક લીંબડી-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે 2 બાળકો સહિત 5 લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
GJ-01-DU-8615 નંબરની કારનું અકસ્માતમાં પડીકું વળી ગયું હતું.ઈનોવા કાર ચાલકને ઝોકુ આવી જતાં સામેની તરફ ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં મૃત્યુ થયેલા લોકોના નામ કેસુબ્રમણ્યમ તંબારાવ, રાજેશ્રી સુબ્રમણ્યમ, ગણેશ સુબ્રમણ્યમ, ભવાની નાગેન્દ્ર અને અકિલ પ્રસાદનું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોના નામ નાગેન્દ્ર પ્રસાદ, માધુરી શ્રીનિવાસ, રુચિતા, કુચલીતા, સોહન કેવલાજી (ઈનોવા કાર ડ્રાઇવર) છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સાંઈ બાબાના જન્મ સ્થાનને લઈ વિવાદ વધ્યો, આજે શિરડી બંધનું એલાન
ગુજરાત કોંગ્રેસના કયા નેતાની પોલીસે કરી ધરપકડ, જાણો વિગતે