અમરેલીઃ અમરેલીની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ઈન્શ્યોરન્સ વિભાગમાં નોકરી કરતાં કર્મચારીને જૂનાગઢની યુવતીએ પ્રેમજાળમાં ફસાવીને સેક્સા માણવા માટે બોલાવ્યો હતો. યુવતી સાથે રંગેરલિયાં મનાવવા પહોંચેલા યુવકનું બે શખ્સોએ અપહકરણ કરીને રૂપિયા 5 લાખની ખંડણી માગી દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે યુવકની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
અમરેલી તાલુકા પોલીસ મથકે અમરેલી એસબીઆઈમાં ઈન્શ્યોરન્સ વિભાગમાં બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતાં 26 વર્ષીય વિજય પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરમારે ફરિયાદ કરી છે કે, એક યુવતીએ તેને વોટ્સએપ પર હાય ડાર્લિંગ લખીને સંપર્ક કર્યો હતો. એ પછી બંને વચ્ચે વાતોનો દોર શરૂ થયો હતો. યુવતીએ પોતાનું નામ મનિષા પટેલ જણાવ્યું હતું. તેણે અમરેલીના બાબાપુર ગામે તેને રંગરેલિયાં મનાવવા માટે બોલાવ્યો હતો, બંને મળ્યાં પછી બાઈક પર બેસીને ધારી તરફ જતાં હતા ત્યારે કારમાં આવેલાં બે અજાણ્યા શખ્સોએ તેને માર મારીને બળજબરીથી નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ કર્યું હતું. બાદમાં તેને બિલખા અને પછી જૂનાગઢ લઈ ગયા હતા.
બંનેએ ધમકી આપી હતી કે, હોટલમાં લઈ જઈ યુવતી સાથે નગ્ન ફોટા અને વીડિયો ઉતારશે અને પછી બદનામ કરશે. એ પછી યુવતી બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવશે. આ પ્રકારની ધમકી આપીને રૂપિયા 5 લાખની ખંડણી માગી હતી. વિજયભાઈએ મિત્રોને ફોન કરીને રકમ માગીને અમુક રકમની વ્યવસ્થા કરાવી આપી હતી.
આરોપીઓએ જૂનાગઢમાં તેને એટીએમ પાસે અને અન્ય એક મિત્રએ મોકલેલી રકમ લેવા માટે પીએમ આંગડીયા પેઢીની ઓફિસમાં લઈ ગયા હતા. આ રીતે 1 લાખ પાંચ હજારની રકમ પડાવીને છોડી દીધો હતો. બાદમાં પણ તેઓ વારંવાર ફોન કરીને વધારે રકમ માટે ધમકીઓ આપતા હતા.
આ કેસમાં યુવાનની ફરિયાદ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે. આ ટોળકીએ અન્ય લોકોને પણ આ રીતે ફસાવ્યા હોવાના મુદ્દે તપાસ ચાલી રહી છે.
અમરેલીઃ યુવતીએ વોટ્સએપથી સંપર્કમાં આવેલા બેંક કર્મચારી યુવકને સેક્સ માણલા બોલાવ્યો, બંને બાઈક પર જતાં હતાં ને......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Sep 2020 10:58 AM (IST)
અમરેલીની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ઈન્શ્યોરન્સ વિભાગમાં નોકરી કરતાં કર્મચારીને જૂનાગઢની યુવતીએ પ્રેમજાળમાં ફસાવીને સેક્સા માણવા માટે બોલાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -