અમદાવાદ: હાલ ગુજરાતમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસે ગરમી અને રાતે ઠંડી લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 5 માર્ચના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બનાસકાંઠા અને વલસાડમાં કમોસમી વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતમાં વધશે ગરમીનું પ્રમાણ
ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ઉનાળો આકરો રહેશે તેવું અનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દર વર્ષની સરખામણીએ આ વખતે શરૂઆતથી જ અડધાથી એક ડિગ્રી જેટલો તાપમાનનો પારો ઉંચો રહેશે. જેના કારણે હીટવેવનો અહેસાસ પ્રમાણ વધતા ચામડી દઝાડતી ગરમીનો વર્તારો જોવા મળશે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પડશે સૌથી વધુ ગરમી
ઉનાળો શરૂ થાય તે પહેલા જ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વખતે ગરમી વધુ સહન કરવી પડશે. માર્ચ મહિનાથી લૂ લાગવાના કેસમાં વધારો જોવા મળશે. જ્યારે મે મહિનામાં ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. મહત્વની વાત છે કે, ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો પારો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે. હવામાન વિભાગે આ વખતે ગરમી સામાન્ય કરતા વધુ રહેવાની ભારે આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન આ વખતે તાપમાન અડધાથી એક ડિગ્રી સુધી વધુ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. દક્ષિણના રાજ્યોમાં ગરમીનું સામાન્ય તાપમાન જળવાઈ રહેશે. હવામાન વિભાગે માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન ગરમી અંગેનું આ અનુમાન જાહેર કર્યું છે.
આ રાજ્યોમાં સામાન્ય કરતા વધુ લૂ લાગશે
દેશના કોરહિટ વેવ ઝોન એટલે કે, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગણા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, આંધ્રપ્રદેશમાં મહત્તમ તાપમાન વધવાની સંભાવના 43% આંકવામાં આવી છે. આ તમામ રાજ્યોમાં સામાન્ય કરતા વધુ લૂ લાગશે.
જસપ્રીત બુમરાહની ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10 બોલર્સમાં વાપસી, જાણો કેટલામાં નંબરે પહોંચ્યો
કોરોના વાયરસને લઈ સરકારે લીધો મોટો ફેંસલો, પેરાસિટામોલ સહિત અનેક દવાની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
કોરોના વાયરસના કહેરથી બચવું છે ? આ બાબતો રાખો ધ્યાનમાં, જાણો વિગતે