હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નારણ કાછડિયાએ આ જાણકારી પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પજ પર આપી હતી.
અમરેલીના સાંસદ નારણ કાછડિયાને કોરોનાનો ચેપ લાગ્યો છે. સાંસદ કોરોન્ટાઈન થયા છે અને હાલ તેમની તબિયત સારી છે. સાંસદે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. આ ઉપરાંત સાંસદ નારણ કાછડિયાએ લોકોને એક અપીલ પણ કરી હતી.
અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ટ્વિટ કરતાં લોકોને અપીલ કરી હતી કે, તેમના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ આઈસોલેટ થવું અને ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો હતો.
મંગળવારે નોંધાયેલા કેસો પર એક નજર કરીએ તો, સુરત કોર્પોરેશનમાં 179, અમદાવાદ કોર્પોરેશનમાં 176, સુરતમાં 132, રાજકોટ કોર્પોરેશનમાં 104, વડોદરા કોર્પોરેશનમાં 90, જામનગર કોર્પોરેશનમાં 69, રાજકોટ 44, બનાસકાંઠા 39, વડોદરા 39, મહેસાણામાં 34, પાટણ 34, ભરૂચ 29, સુરેન્દ્રનગર 27, અમરેલી 24, કચ્છમાં 24, પંચમહાલ 23, ભાવનગર 22, જામનગર 22, ગાંધીનગર કોર્પોરેશન 21, તાપી 21, અમદાવાદમાં 19 કેસ નોંધાયા હતા.
સૌરાષ્ટ્રમાં વધુ એક ભાજપના નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં? BJPના કયા નેતાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2020 08:05 AM (IST)
સૌરાષ્ટ્રમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -