Amreli Lion News:  એશિયાટિક સિંહ (asiatic lion) ગુજરાત અને ગીરની શાન છે. અવાર નવાર તેઓ ગીર સહિતના આસપાસના વિસ્તારોમાં જોવા મળતા હોય છે. અમરેલી (amreli news) જિલ્લામાં પણ સિંહો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. અમરેલી જિલ્લામાં 24 કલાકમાં વધુ એક સિંહના મોતની ઘટના સામે આવી છે. બગસરાના (bagasara news) રફાળા અને મુંજીયાસરની સીમ વિસ્તારમાં સિંહ શિકાર કરવા દોડતા કુવામાં ખાબકતા (fell into well) મોત (lion death) થયું હતું.


વનવિભાગ દ્વારા મૃતક સિંહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા સિંહના મૃતદેહ કબ્જે લઈ પીએમ માટે ખસેડાયો હતો. ગઈકાલે પીપાવાવ પોર્ટમાંથી 1 સિંહનો મૃતદેહ મળ્યો હતો. આજે વધુ એક ઘટના 24 કલાકમાં બે સિંહોના મોત થયા હતા.


સામાન્ય રીતે પાંચ, છ સિંહ એક સાથે આવ્યાની ઘટના અનેક વખત સામે આવી છે. પરંતુ બે દિવસ પહેલા ધારી તાલુકાનાં  છતડિય રોડ પર એક સાથે 14 સિંહ જોવા મળ્યાં હતાં. એક સાથે આટલી સંખ્યામાં સિંહ સાથે જોવા મળ્યાં હોય તેવી આ વિરલ ઘટના કહી શકાય તેમ છે. અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં ગામડામાં સુધી સિંહ પહોંચી ગયા છે. સિંહનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. ત્યારે વધુ એક સિંહનો વીડિયો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારી પાસેના છતડિયા રોડ પર એક સાથે 14 સિંહ જોવા મળ્યાં હતાં. ધારી છતડિયા રોડ પર ઉપરથી એક સાથે 14 સિંહ પસાર થતા હતાં. આ ઘટનાનો વીડિયો વાહન ચલાકે પોતાનાં કેમેરામાં કેદ કરી લીધો હતો. બાદ આ વીડિયો વાયરલ થયો છે. એક સાથે 14 સિંહ એક સાથે જોવા મળતા લોકોને પણ નવાઇ લાગી હતી.




ગીર સોમનાથના કોડીનારમાં આવેલી ખાનગી સિમેન્ટ કંપનીની રેસીડેન્સીયલ કોલોનીમાં ગુરુવારે વહેલી સવારે સિંહ અને સિંહણે પોતાના 3 બચ્ચા સાથે ચડી આવ્યા  હતા. કોલોનીના સિક્યુરિટી ગાર્ડને આ ઘટના ધ્યાને આવતા તંત્રને જાણ કરતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી. 6 કલાક ની સખત જહેમત બાદ 2 સિંહ બાળને પાંજરે પૂર્યા હતા જયારે 1 સિંહ બાળની શોધખોળ ચાલું છે, જે મળ્યા બાદ ત્રણેય સિંહ બાળને તેમના પરિવાર (ગ્રુપ) સાથે મિલન કરાવાશે. વનતંત્ર દ્વારા સિંહને સલામત રીતે ખસેડવા રેસ્ક્યું કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ સમગ્ર રેસક્યુ દરમિયાન સિંહ અને સિંહણ મંદિરની દીવાલ ટપી પાછળ ખેતરમાં જતા રહ્યા હતા અને ત્રણેય સિંહ બાળો કોલોનીમાં ઘૂસી જતા વન વિભાગ દ્વારા છ કલાક ની સતત જહેમત બાદ બે સિંહ બાળોને નોર્થ કોલોનીમાંથી સલામત રીતે પાંજરે પૂરી અને અન્ય એક સિંહ બાળનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.