અમરેલીના રાજુલામાં કોર્ટ મુદતમાં લવાયેલો દુષ્કર્મનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. મળતી જાણકારી અનુસાર, બે દિવસ અગાઉ રાજુલા કોર્ટમાં હાજરી આપવા આવેલો એક કેદી હોટલમાં જમવા ગયો હતો. આ સમયે હાથમાં પહેરેલી હાથકડી કાઢી નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. અમરેલી SP હિમકર સિંહ દ્ધારા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. 


અમરેલી સબ જેલમાંથી તેને પોલીસ જાપ્તા સાથે રાજુલા કોર્ટમાં મુદતે લાવવામાં આવ્યો હતો. હોટલમાં જમ્યા બાદ હાથકડી કાઢી આરોપી સવજી ઉર્ફે સંજય ગુજરીયા ફરાર થઈ ગયો હતો.


આરોપી ફરાર થવાના કેસમાં અમરેલીના જિલ્લા પોલીસવડાએ પોલીસ જાપ્તાના ત્રણેય પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા. પોલીસ કર્મચારી મનુભાઈ વાઘેલા, ડાયાભાઈ પરમાર, હિમાલયભાઈ કાલાવડિયાને જિલ્લા પોલીસવડા હિમકંરસિંહે સસ્પેન્ડ કરી દીધા છે.


Crime News: 68 વર્ષીય ઉદ્યોગપતિ યુવતી સાથે રંગરેલીયા કરવાના ચક્કરમાં હનીટ્રેપમા ફસાયો, ઠગ ટોળકીએ 2.70 કરોડ રૂપિયા પડાવ્યા


અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરામાં ઉદ્યોગપતિ હનીટ્રેપમાં ફસાયો હતો. મળતી જાણકારી અનુસાર, 68 વર્ષીય ઉદ્યોગપતિને પોર્ન વીડિયો વાયરલ કરવાની, પોલીસ કેસ, સીબીઆઈ કેસ અને કોર્ટ મેટરની વિવિધ ધમકીઓ આપી જૂદા જૂદા અધિકારીઓના નામે ફોન કરી સાયબર ઠગ ટોળકીએ ૨.૭૦ કરોડ રૂપિયા ઓનલાઈન પડાવી લીધા હતા.


ઉદ્યોગપતિની ફરિયાદ મુજબ રાત્રિના સમયે તેમના મોબાઈલમાં એક યુવતીનો વ્હોટ્સએપ મેસેજ આવ્યો. જેથી તેમણે મેસેજનો રિપ્લાય આપતાં યુવતીએ મોરબીથી વાત કરતી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેણે વીડિયો કોલ કર્યો હતો. આ કોલમાં તેણે બિઝનેસમેનને વર્ચ્યુઅલ સેક્સ કરવાની ઓફર કરી હતી. યુવતી સાથે ફોન પર રંગરેલીયા મનાવવાના ચક્કરમાં વીડિયો કોલ પર વર્ચ્યુઅલી સેક્સ કરનાર ઉદ્યોગપતિનો ટોળકીએ વીડિયો બનાવી લીધો હતો


બાદમાં આ વીડિયોના આધારે વૃદ્ધને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કરાયુ હતું. આરોપીઓએ ઉદ્યોગપતિને કહ્યુ હતું કે વીડિયો વાયરલ થવાના ડરથી યુવતીએ સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી મરી ગઈ છે. યુવતીના પરિવારજનોએ કેસ કર્યાની તેમજ કોર્ટમાં વકીલે કેસ કર્યાની વિવિધ ધમકી આપી ધરપકડનો ડર બતાવી ચાર મહિનામાં ટુકડે ટુકડે 2 કરોડ 70 લાખની રકમ પડાવી હતી. બનાવને પગલે સાયબર સેલે ઉદ્યોગપતિની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.