Amreli: અમરેલીમાં ફરી એકવાર જંગલી પશુઓનો આંતક જોવા મળ્યો છે, જિલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં બે બાળકોના મોત થયા છે. અમરેલીમાં સિંહણ અને દીપડાંએ બે અલગ અલગ ઘટનાઓમાં બે બાળકોને મોતને 
અમરેલી જિલ્લામાં સિંહણ દીપડા દ્વારા અલગ અલગ બે ઘટનામાં બાળકોને શિકાર બનાવ્યા છે.


માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના લીલીયા અને સાવરકુંડલા વિસ્તારમાં આ ઘટના ઘટી છે, અહીં સિંહણ અને દીપડાંએ બે બાળકોને પર હુમલો કર્યો હતો અને બાદમાં મોતને ઘાટ ઉતારી દીધા હતા. લીલીયામાં ખારા ગામમાં 5 મહિનાના બાળકને સિંહણે પોતાના શિકાર બનાવ્યો, સિંહણ બાળકને ઉઠાવી ગઇ હતી અને બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 


ઘટના સ્થળ પર માત્ર બાળકના અવશેષો જ મળી આવ્યા હતા, આ સમગ્ર ઘટનાને લઇને વન વિભાગ દોડતુ થઇ ગયુ હતુ અને તાત્કાલિક ધોરણે સિંહણને પાંજરે પુરવા માટે 10 ટીમો ઉતારી બનાવી દીધી હતી. વન વિભાગે સ્થાનિક લોકોને પણ સહકાર આપવા વિનંતી કરી હતી.  


આ ઉપરાંત સાવરકુંડલાના કરજાળા ગામમાં પણ દીપડાનો આતંક જોવા મળ્યો હતો, અહીં 3 વર્ષના બાળકને પરિવારની વચ્ચેથી દીપડો ઉઠાવી ગયો હતો અને બાદમાં તેને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના બાદ વન વિભાગે ગણતરીની કલાકોમાં કરજાળા સિમ વિસ્તારમાંથી દીપડાને પાંજરે પુરી લીધો હતો.


 


Amreli: બગસરા શહેર અને ગ્રામ્યના વાતાવરણમાં પલટો, ફરી કમોસમી વરસાદથી ખેડૂતો થયા ચિંતિત


Unseasonal Rain: હવામાન વિભાગે ત્રણ કલાકમાં કમોસમી વરસાદ પડવાની કરેલી આગાહી મુજબ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. બગસરા શહેર અને ગ્રામ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. બગસરા શહેરમાં કમોસમી વરસાદ શરૂ થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. કમોસમી વરસાદથી ખેડૂતો ફરી ચિંતિત થયા છે.


3 કલાકમાં ક્યાં વરસાદની આગાહી


 રાજ્યમાં આગામી 3 કલાક હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, સુરેંદ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી છે. 40 કિમીથી ઓછી ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. રાજ્યમાં 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર આજે સૌથી ગરમ શહેર રહ્યું છે. તો અમદાવાદમાં પણ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં આજે અને આવતીકાલે બે દિવસ યેલો અલર્ટ આપવામાં આવ્યુ છે. તો આગામી બે દિવસ રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહેવાની શક્યતા છે. ગરમીના આકરા પ્રકોપના કારણે બપોર થતા રાજ્યના રસ્તાઓ સૂમસામ બન્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. તો બીજી બાજુ રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે, તાપમાનમાં 3 ડિગ્રી વધારો થવાની આગાહી છે.


રાજ્યમાં ગત રોજ 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે. જ્યારે અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયો છે. સાથે જ આગામી 5 દિવસમાં અમદાવાદ માં 42 ડિગ્રી ઉપર તાપમાન જઈ શકશે. હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજ અને કાલે અમદાવાદમાં યેલો એલર્ટ છે. અમદાવાદમાં 10 અને 12 ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીની ઋતુ શરૂ પ્રમાણે હાલ તાપમાન નોંધાઇ રહ્યું છે. હાલ ગુજરાત પર વાવાઝોડાની કોઈ અસર નહિ.