પાટણના હારીજમાં એક મહિલાનું હાર્ટ અટેકથી મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, પાટણના હારીજમાં આવેલા સિદ્ધિ યોગી રેસિડેન્સીમાં રહેતા હસુમતી બેનનું હાર્ટ અટેકથી મોત થયું છે. હસુમતી બેનના ઘરમાં લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો છે અને ગઈકાલે રાસ ગરબા ચાલી રહ્યા હતા. તે દરમિયાન હસુમતી બેનને છાતીમાં દુખાવો થયો હતો. પરિવાર હસુમતી બેનને હોસ્પિટલ લઇ જાય તે અગાઉ તેમનું મોત નીપજ્યું હતું. હસુમતી બેનના મોતથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં 8થી વધુ લોકોએ હાર્ટ અટેકમાં જીવ ગુમાવ્યો છે.


Valsad: BJP નેતાની હત્યામાં પોલીસે એક વ્યક્તિને કર્યો રાઉન્ડ અપ,  પરિવારે કેટલાક વ્યક્તિઓ સામે નામજોગ લગાવ્યા છે આરોપ


વલસાડ:  વલસાડ જિલ્લાનું વાપી જ્યાં એ સમયે ખળભળાટ મચી ગયો જ્યારે વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની  હત્યા  કરી દેવામાં આવી હતી. વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલ પોતાના ગામ કોચરવાની બાજુમાં આવેલા રાતા ગામે મંદિરે દર્શન કરવા ગયા હતા. પરિવારજનો મંદિરમાં દર્શન કરી રહ્યા હતા અને શૈલેષ પટેલ પોતાની ગાડીમાં બેઠા હતા.  આ સમયે બાઈક પર આવેલા અજાણ્યા શખ્શોએ શૈલેષ પટેલ પર ધડાધડ ફાયરિંગ કર્યું અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. હવે આ હત્યાને લઈને  શૈલેષ પટેલના જ પરિવારજનોએ ગામના જ એક પરિવારના કેટલાક વ્યક્તિઓ સામે નામજોગ આરોપ લગાવ્યા છે.


વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગ કરી હત્યાના મામલે પોલીસ તપાસ કરી રહી છે.  એક શકમંદ વ્યક્તિને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે. શંકાના આધારે વાપી પોલીસે શરદ પટેલ નામના વ્યક્તિને રાઉન્ડ અપ કર્યો છે.  રાઉન્ડ અપ કરાયેલ શરદ પટેલની પોલીસે પૂછપરછ કરી રહી છે. 


મૃતકના સ્વજનોએ અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતાં.  મૃતકના સ્વજનોએ કોચરવા ગામના જ કેટલાક લોકોના નામજોગ  આક્ષેપ કર્યા હતા.  મૃતકના સ્વજનોના આક્ષેપના આધારે પોલીસે તપાસ  હાથ ધરી છે. 


પરિવારજનો દર્શન કરી જ્યારે ગાડી પાસે પહોંચ્યા ત્યારે જાણ થઈ કે શૈલેષ પટેલની હત્યા કરી દેવાઈ છે.તુરંત તેમને વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ભાજપ નેતાની જ હત્યા કરી દેવાતા કાર્યકરો હોસ્પિટલે દોડી આવ્યા હતા.