Amreli: અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો આતંક સતત વધી રહ્યો છે, અહીં એક જ અઠવાડિયામાં વન્ય પ્રાણીઓના હુમલાની ત્રીજી ઘટના સામે આવી છે, અહીં ત્રીજી ઘટનામાં બાળકનુ હુમલામાં મોત નિપજ્યુ છે. દીપડાએ આ હુમલો રાજુલાના કાતર ગામમાં મોડીરાતે કર્યો હતો, રહેણાંક મકાનમાં આવીને અચાનક જ આવીને દીપડાએ બાળક ઉપર હુમલો કરી દીધો હતો, જેમાં બાળકોનું મોત થયુ હતુ.
માહિતી પ્રમાણે, અમરેલીના કાતર ગામમાં મોડી રાત્રે એક રહેણાંક વિસ્તારમાં દીપડાએ અચાનક બાળક પર હુમલો કરી દીધો છે. અહીં માલધારી પરિવારના 2 વર્ષના બાળકને દીપડો હુમલા દરમિયાન ગળું પકડી ઉઠાવી ગયો હતો. જોકે, દીપડાના હુમલા બાદ તરત જ પરિવારના લોકોએ હિંમત બતાવી અને તેની પાછળ જતા બાળકને મુકીને દીપડો ભાગી છુટ્યો હતો. દીપડાના હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેને રાજુલાની સિવિલ હૉસ્પીટલમાં પ્રાથમીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આ બે વર્ષીય બાળકની સ્થિતિ વધુ ગંભીર થઇ ગઇ હતી, બાળકને આ પછી રાજુલાથી મહુવા હૉસ્પીટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો.
જોકે, બાળકની સ્થિતિ ગંભીર હોવાથી મહુવા પહોંચે તે પહેલા જ આ બે વર્ષીય માનવ નામના બાળકનું મોત થઇ ગયુ હતુ. ખાસ વાત છે કે, દીપડાની વધતી જતી વસ્તીના કારણે રહેણાંક વિસ્તારમાં અવરજવર વધી ગઇ છે, અને અવારનવાર માનવ પર હુમલા થવાની ઘટનાઓ સતત વધી રહી છે.
Amreli: અમરેલીમાં સિંહણ-દીપડાનો આંતક, ગઇરાત્રે બે બાળકોનો કર્યો શિકાર, બન્નેના મોત
Amreli: અમરેલીમાં ફરી એકવાર જંગલી પશુઓનો આંતક જોવા મળ્યો છે, જિલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં બે બાળકોના મોત થયા છે. અમરેલીમાં સિંહણ અને દીપડાંએ બે અલગ અલગ ઘટનાઓમાં બે બાળકોને મોતને
અમરેલી જિલ્લામાં સિંહણ દીપડા દ્વારા અલગ અલગ બે ઘટનામાં બાળકોને શિકાર બનાવ્યા છે.
માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના લીલીયા અને સાવરકુંડલા વિસ્તારમાં આ ઘટના ઘટી છે, અહીં સિંહણ અને દીપડાંએ બે બાળકોને પર હુમલો કર્યો હતો અને બાદમાં મોતને ઘાટ ઉતારી દીધા હતા. લીલીયામાં ખારા ગામમાં 5 મહિનાના બાળકને સિંહણે પોતાના શિકાર બનાવ્યો, સિંહણ બાળકને ઉઠાવી ગઇ હતી અને બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ઘટના સ્થળ પર માત્ર બાળકના અવશેષો જ મળી આવ્યા હતા, આ સમગ્ર ઘટનાને લઇને વન વિભાગ દોડતુ થઇ ગયુ હતુ અને તાત્કાલિક ધોરણે સિંહણને પાંજરે પુરવા માટે 10 ટીમો ઉતારી બનાવી દીધી હતી. વન વિભાગે સ્થાનિક લોકોને પણ સહકાર આપવા વિનંતી કરી હતી.
આ ઉપરાંત સાવરકુંડલાના કરજાળા ગામમાં પણ દીપડાનો આતંક જોવા મળ્યો હતો, અહીં 3 વર્ષના બાળકને પરિવારની વચ્ચેથી દીપડો ઉઠાવી ગયો હતો અને બાદમાં તેને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના બાદ વન વિભાગે ગણતરીની કલાકોમાં કરજાળા સિમ વિસ્તારમાંથી દીપડાને પાંજરે પુરી લીધો હતો.