Kutch News: કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર થયેલા બાળક પ્રેરકને અમેરિકાના દંપતિ દ્વારા દત્તક લેવાયો છે. પ્રેરક હવે અમેરિકા પહોંચશે. આજે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે બાળકને અમેરિકાના દંપતિને દત્તક આપવા માટેનો એડોપ્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત લોકો ભાવુક બની ગયા હતા.


કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર થયેલો બાળક પ્રેરકને અમેરિકાના દંપતિ દ્વારા દત્તક લેવાતા તે હવે અમેરિકા પહોંચશે. બે વર્ષ પહેલા જન્મતાની સાથે જ તેના માતા પિતાએ નવજાત બાળક પ્રેરકને હૃદયમાં કાણું અને હર્નિયાની બીમારી હોવાના કારણે તેના માતાપિતાએ ત્યજી દીધો હતો. એક દિવસના બાળકને ભુજના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સરેન્ડર કરતાં કેન્દ્ર દ્વારા બાળકને 12 દિવસ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ કરમસદ ખાતે હૃદયના કાણાની સારવાર કરવામાં આવી હતી. 


પ્રેરકને મૂળ ભારતના અને વર્ષોથી અમેરિકામાં નાસાના એન્જિનિયર નવીન વેત્ચા અને તેમના પત્ની અમેરિકાની યુનિવર્સિટીમાં રેસીડેન્ટ તબીબ સિંધુ લક્કુર દત્તક લીધો છે. ત્યજાયેલા પ્રેરકનું આજે નસીબ ખીલ્યું છે અને તેનો ઉછેર હવે અમેરિકામાં થશે. અમેરિકાનું દંપતી આજે ભુજ પહોંચ્યું હતું. આ દંપિત દ્વારા પ્રેરકને દત્તક લેવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને આજે બાળકનો કબ્જો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.


રાજ્યમાં કમોસમી વરસાદથી મળશે આંશિક રાહત


હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા રાહત મળશે, જોકે આજે સૌરાષ્ટ્ર માં સામન્ય વરસાદની સંભાવના છે. પોરબંદર,રાજકોટ અને દ્વારકામાં આજે વરસાદ પડી શકે છે. આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી વધશે અને આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.


દેશના ઘણા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસા આજે પણ ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. આજે (6 એપ્રિલ)  રાજસ્થાન, હરિયાણાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે રાજસ્થાનના ભદ્ર, સાદુલપુર, પિલાની, કોટપુતલી, વિરાટનગર અને હરિયાણાના સિવાની, લોહારુ, મહેન્દ્રગઢ, નારનૌલ વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ફતેહાબાદ, આદમપુર, હિસાર, બાવળ અને રાજસ્થાનના તિજારા, અલવર, ઝુંઝુનુમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હવામાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી.