Gujarat :  : રાજ્યના આકાશમાં કૌતુક પમાડે તેવી ઘટના જોવા મળી છે.  સળગતા લિસોટા જેવી કોઈ વસ્તુ જમીન તરફ આવતી લોકોએ કેમેરામાં કેદ કરી છે.  રાજ્યમાં અમદાવાદ, ભાવનગર, ભરૂચ, દાહોદ, પંચમહાલના આકાશમાં પણ આ ઘટના જોવા મળી છે. આ ખગોળીય ઘટનાથી લોકોમાં કુતુહલ ઉત્પન્ન થયું છે. 


આ અંગે વૈજ્ઞાનિક નરોત્તમ સાહુએ એબીપી અસ્મિતા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે આ એક ખગોળીય ઘટના છે. પૃથ્વીના વાતાવરણમાં અવકાશમાંથી કોઈ વસ્તુ આવે ત્યારે એટલી ગતિથી પૃથ્વી તરફ આવે કે એના ઘર્ષણથી વાતાવરણમાં પ્રવેશતા સાથે જ સળગી ઉઠે છે. આને ફાયરબોલ કહેવામાં આવે છે.  જેમ જેમ આ ધરતી નજીક આવે છે તેમ તેમ તે નષ્ટ થતું જાય છે. 


આ સાથે જ  વૈજ્ઞાનિક નરોત્તમ સાહુએ જણાવ્યું કે આ ઘટનાથી લોકોએ ડરવાની જરૂર નથી. કારણ કે જો આનું કદ મોટું હોય તો કદાચ ડરવાનું કોઈ કારણ બની શકે. 


ખગોળશાસ્ત્રમાં આ ઘટનાને ઉલ્કાપાત કહેવામાં આવે છે. ઉલ્કા એ સૌરમંડળમાં વેરાયેલા રેતકણ જેવડાં નાના કદથી લઇ અને વિશાળ મોટા પથ્થરનાં કદનાં ભંગારનાં કણો છે. આ પ્રકારનાં નાના મોટા પદાર્થો જ્યારે પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણને કારણે ખેંચાઇ આવે છે, ત્યારે તે વાતાવરણનાં ઘર્ષણને કારણે પોતાનાં પતન માર્ગનો પ્રકાશીત પથ એટલે કે ચમકદાર લિસોટો દર્શાવે છે, જેને સામાન્ય ભાષામાં આપણે "ખરતો તારો" કે "ઉલ્કાપાત" કહીએ છીએ. આ પદાર્થ ક્યારેક વાતાવરણમાં સંપુર્ણ ભસ્મીભુત ન થતાં જમીન સુધી પહોંચી આવે છે, જેને પણ 'ઉલ્કા' કહેવાય છે.


 


ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણી પહેલાં 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી 
આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકારી તંત્ર દ્વારા વિવિધ વિભાગોમાં કર્મચારીઓની બદલી અને બઢતીનો દોર શરુ થઈ ગયો છે. ત્યારે હવે સરકારે પોલીસ વિભાગમાં 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી કરી છે. જેમાંથી કુલ 20 પોલીસ અધિકારીઓને ડીવાયએસપી પદેથી એસપીએસ પદે બઢતી આપવામાં આવી છે જ્યારે 57 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 


દાહોદના એસપી હિતેષ જોયશરની સુરત ગ્રામ્ય એસપી તરીકે બદલી કરાઈ છે. બનાસકાંઠાના એસપી તરુણ દુગ્ગલની ગાંધીનગર એસપી તરીકે બદલી કરાઈ છે. નિધિ ચૌધરીની ગાંધીનગરમાં બદલી કરાઈ છે. વિશાલ વાધેલાની CID ક્રાઈમમાંથી એસપી સાબરકાઠાના પદે બદલી કરાઈ છે. જયપાલસિંહ રાઠોડ ભાવનગર એસપીથી રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે મુકાયા છે.