ખેડા જીલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ જેસાપુરા ગામની રહેવાસી શ્રીમતી નિલમબેન ચાવડા તારીખ ૧૩-૧૨-૨૦૨૨ ના રોજ સુરત સ્થિત ફિનટેક કંપની કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ સાથે એક બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ (બીસી) તરીકે જોડાઈ હતી. કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખેડા જિલ્લામાં નડિયાદ સીટી ખાતે ‘બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ’ અને ‘ડિજિટલ સર્વિસીસ’ વિષય અંતર્ગત એક સૅમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. નિલમબેન ચાવડાએ પણ અન્ય મહિલાઓ સહિત આ સૅમિનાર માં ભાગ લીધો હતો.


આ સેમિનારમાં થયેલી ચર્ચા થી પ્રભાવિત થઇ તેમણે કુબેરજી સાથે એક બીસી કાર્યકર્તા તરીકે જોડાવાની ઈચ્છા જાહેર કરી હતી. નિલમબેન અને તેમના પતિને ઘણા સમય થી કંઈક અલગ કરવાની કરવાનો ઉત્સાહ હતો, તેઓ IIBF પરીક્ષા પણ સફળતા પૂર્વક પાસ કરી ચૂક્યા છે. તેઓ સૅમિનાર ને અંતે કુબેરજી સાથે જોડાયા હતા. તેમણે પોતાના આ નવા પ્રયાસ અંગે તેમના અન્ય ગ્રામજનોને પણ જાણ કરી હતી. તેમના આ ઉત્સાહ અને ઉમંગથી પ્રભાવિત થઇ અને અન્ય મહિલાઓને પણ આમાંથી પ્રેરણા મળે અને ઠાસરા તાલુકાની બહેનો આત્મનિર્ભર બને તે ઉદ્દેશ્ય થી TLM શ્રી એ આ અવસર પર બીસી પોઇન્ટ માટે એક ઉદઘાટન સમારોહ યોજવા માટે અનુરોધ કર્યો હતો.


આ ઉપરાંત, ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારને આ બાબતની જાણ થતા તેમણે તેઓ પોતે આ સમારોહ માં હાજર રહેશે એવો પ્રસ્તાવ મૂક્યો હતો. તાલુકા પંચાયત કચેરી થસરા દ્વારા નિલમબેન ના આ પ્રયાસને બિરદાવતા તેમના સમારોહ માટે આમંત્રણ પત્રિકાઓ પણ છાપવામાં આવી હતી. નિલમબેન ના આ ઉદઘાટન સમારોહ માં યોગેન્દ્રસિંહ પરમાર, TLM દિલીપભાઈ શ્રીમાળી, TDO અને આસપાસના ગામના સરપંચો એ હાજરી આપી હતી. તેમજ, શ્રીમતી નિલમબેન ચાવડાને અભિનંદન આપવા માટે કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ ના CEO પુનિતભાઈ ગજેરાએ પણ સમારોહમાં ખાસ હાજરી આપી હતી.


આ સમગ્ર સમારોહ અંગે પોતાના અનુભવ વિશે વાત કરતા નિલમબેને જણાવ્યું હતું કે, તેઓ એ કદી વિચાર્યું ના હતું કે, તેમનું કુબેરજી બીસી પોઈન્ટ એક ચર્ચાનો વિષય બની રહેશે તથા તેમના વિસ્તાર માં આટલો પ્રખ્યાત થઇ જશે, અને આ માટે તેઓ કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ ના આભારી છે. સાથે સાથે તેઓ એ સમારોહ માં ઉપસ્થિત MLA શ્રી, TLM અને કુબેરજી ના CEO સહિત અન્ય મહેમાનો નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.



2022/12/26/7c616b585d8ee5e7c653f657709521a5167205252740076_original.jpg" />


કુબેરજી કંપનીના સીઈઓ પુનિતભાઈ ગજેરા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાન ની વાત કરતા જણાવ્યું કે ગ્રામ્ય સ્તરે મહિલાઓ આર્થિક રીતે આત્મ નિર્ભર બને તો એક સશક્ત સમાજનું નિર્માણ થાય છે અને આજ રીતે આખા રાષ્ટ્રનું નિર્માણ નિર્માણ થાય છે. કુબેરજી અત્યાર સુધીમાં 2000 મહિલાઓને બીસી પોઇન્ટ આપી આત્મ નિર્ભર બનાવી છે પણ આ પહેલી વખત એવું બન્યું છે કે આ રીતે કોઈ બીજી પોઇન્ટનો ઉદ્ઘાટન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે.


ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારના મત અનુસાર નિલમબહેન નો અભિગમ ખુબજ ઉમદા અને સરાહનીય છે. નિલમબેન ન માત્ર ખેડા પરંતુ અન્ય જિલ્લાની મહિલાઓ માટે પણ પ્રેરણા સ્વરૂપ છે. વધુ માં તેમણે, કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડની મહિલા સશક્તિકરણ માં આપેલા આ યોગદાનની પણ સરાહના કરી હતી.


This is a featured article. ABP Network Pvt. Ltd. and/or ABP Live do not endorse/subscribe to its contents and/or views expressed herein. Reader discretion is advised.