છોટા ઉદેપુર: રાજ્યમાં દીકરીઓની સલામતીને લઈ ગંભીર મામલો સામે આવ્યો છે.  છોટાઉદેપુરમાં ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવતા તેમણે ચાલુ જીપમાંથી છલાંગ લગાવી હતી.  જીપમાંથી છલાંગ મારતા બે બાળકીઓને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. વધુ ઈજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 


જીપમાંથી કૂદીને છલાંગ લગાવનારી વિદ્યાર્થિનીઓ ઘાયલ થતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છેડતીની આ ઘટાનાને લઈ વાલીઓમાં પણ રોષ વ્યાપી ગયો છે. જીપમાં વિદ્યાર્થીઓની છેડતી કરવાની હરકત કરનારા કોણ તેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  


હાલ તો પોલીસે પિકઅપ ચાલક અશ્વિન ભીલની અટકાયત કરી છે. જે ઈજાગ્રસ્ત હોવાથી તેને સંખેડા સારવાર માટે લઈ જવાયો છે. ચાલકના સાથીઓ પરેશ અને કિરણ ફરાર થઈ ગયા છે જેને લઈ પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.