Corona Virus: કોરોનાની નવી લહેરને લઈને ફરી એકવાર કેન્દ્રની અધ્યક્ષતામાં સ્વાસ્થ્ય મંત્રલય સાથે ચર્ચા કરીને તમામ રાજ્યોને એલર્ટ કરી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસની નવી લહેર જો આવે તો તેની સામે કેવી રીતે ધ્યાન આપવું તે બાબતે તકેદારી રાખતી ગાઈડ લાઈન બહાર પાડી દેવામાં આવી છે. જેમાં માસ્કનો ઉપયોગ તેમજ બિનજરૂરી કામ વગર બહાર જવાનું ટાળવું તેમજ ભીડભાડના કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા અગાઉની કોરોનની લહેરમાં કોરોનના દર્દીઓને જે સેન્ટરો પર સારવાર આપવામાં આવતી હતી તે તમામ સેન્ટરોને એક્ટિવ મોડ પર કરી દીધા ત્યારે પાટણની ધારપુર હોસ્પિટલમાં ઓકસ્જિન પ્લાન્ટ તમેજ અન્ય કોરોનાને લગતી તૈયારી કરી દેવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટની દસ્તક સાથે કેન્દ્રીય આરોગ્ય વિભાગ ફરી સક્રિય થયું છે ત્યારે પાટણ જિલ્લામાં હાલ કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી છતાં સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ અને હોસ્પિટલોને એલર્ટ રહેવાની સૂચના અપાતા ધારપુર સિવિલ કોવિડ હોસ્પિટલમાં પર્યાપ્ત સુવિધાને લઈને કોરોનાની સંભવિત ચોથી લહેરને ધ્યાને રાખી તંત્ર સજ્જ જોવા મળ્યું હતું. હાલની સ્થિતિમાં અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર 15 બેડની સુવિધા ઉપલબ્ધ છે અને વધુ 50થી 60 ની સુવિધા કરવામાં આવશે. આ સાથે જ 250 થી વધુ વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે તેમજ 200થી વધુ ઓક્સિજ બેડ પણ તૈયાર છે. બીજી તરફ વાત કરીએ તો ઓક્સિજન માં 13,000 લીટરની ક્ષમતાની ટાંકી ઉપરાંત હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવા માટેના 1000 અને 500 લીટર પર મિનિટના બે મશીન કાર્યરત રખાયા છે. સાથે જ વેન્ટિલેટર તેમજ મેડીસીન સહિત સ્ટાફૉને પણ ટ્રેનિંગ આપેલ છે તેમ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પારુલ શર્માએ જણાવ્યું હતું.
બીજી તરફ કોરોના વાયરસમાં સૌથી અગત્યના એવા ઓક્સિજનની જરૂરિયાતને લઈને પાટણ જિલ્લા સ્વાસ્થ્ય વિભાગે ઓક્સિજનની માંગને લઈને પાટણમાં ધારપુર મેડિકલ હોસ્પિટલ માં 13000 લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન પ્લાન્ટ બનાવેલ છે અને બીજો પ્લાન્ટ હવામાંથી ઓક્સિજન બનાવતો એ પણ સક્રિય છે તો સાથે સાથે ઓક્સિજનના ઇન્ચાર્જ દ્વારા જણાવ્યા મુજબ ઓક્સિજનની ટાંકીથી વેન્ટિલેટર સુધીની તમામ ઓક્સિજન પાઇપોને ચેક કરી દેવામાં આવી છે. જો ઓક્સિજન પ્લાન્ટમાં ઇમરજન્સીમાં કોઈ ખામી સર્જાય તેને લઈને ઓક્સિજન પ્લાન્ટમાં નિષ્ણાંત એવી ટેક્નિશ્યનો ધરાવતી ટીમને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે અને જરૂર પડે સૂચના આપવામાં આવે ત્યારે હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
ન્યુ વેરિયન્ટથી હાહાકાર, ચોંકાવનાર આંકડા આવ્યાં સામે
ચીનમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. આ વેરિયન્ટથી સંક્રમિતોની સખ્યા સતત વધી રહી છે. 1થી 20 ડિસેમ્બર સુધીમાં 24 કરોડ 80 લાખ કેસ નોંધાયા હતા. સિચુઆન હેનાન અને હુબઇમાં 2 કરોડ કેસ નોંધાયા છે. સ્થિિતિને જોતા નવા વર્ષ સહિતના અન્ય સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂકાયો છે. ચીનના બીજિંગમાં સંક્રમણ દર 70 ટકાએ પહોંચ્યો છે. તો શંઘાઇમાં 60 ટકા અને સિચુઆુમાં સંક્રમણનો દર 50 ટકા નોંધાયો છે.
ચીનમાં કોરોની સ્થિતિ અતિ ભયાવહ, સ્માશાનમાં 20 દિવસનું વેઇટિંગ
ચીનમાં કોરોનાની સ્થિતિ અતિ ભયાવહ છે. અહીં સંક્રમિતોની સંખ્યાને સાથે મોતના આંકડા પણ સતત વધી રહ્યાં છે આ સ્થિતિમાં સ્મશાનમાં 20 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. ચીનમાં 20 ડિસેમ્બરે 3 કરોડ 60 લાખ કેસ નોંધાયા હતા.