બોરસાદના પામોલ ગામની યુવતીના ત્રણ વર્ષ પહેલા કિંખલોડ ગાના યુવક સાથે લગ્ન થયા હતાં ત્યાર બાદ તે યુવતી કેનેડામાં સ્થાયી થઈ હતી. જોકે છેલ્લા એક વર્ષથી યુવતીને તેના સાસરિયાઓ ત્રાસ આપતાં હતાં તેવો યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. કેનેડામાંથી યુવતીનો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના પરિવારજનોનો સાસરિયાઓએ હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, કેનેડાની ટોરેન્ટો પોલીસે કરેલા ટ્વિટ પ્રમાણે હિરલ પટેલ 11 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યાથી ગાયબ છે. પોલીસે જણાવ્યું હતું કે, હિરલ પટેલ જ્યારે છેલ્લીવાર દેખાઇ હતી ત્યારે તેણે બ્લેક જેકેટ અને ગ્રે પેન્ટ પહેર્યો હતો.