બળવાખોર ઉમેદવારોને ભાજપે સસ્પેન્ડ ન કરતા ભાજપ કાર્યકર્તાઓ નારાજ થયા હતા. નવસારી ભાજપને આ રીતે ફટકો લાગતા અનેક રાજકીય અટકળો શરૂ થઈ ચૂકી છે. બળવાખોર ઉમેદવારોએ જગદીશ મોદીને થપ્પડ મારવાના મામલે આ ઘટના વિવાદાસ્પદ બની હતી.
બળવાખોર સભ્યો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. આ બળવાખોર સભ્યોને પક્ષમાંથી દૂર ન કરાતા 150 જેટલા કાર્યકર્તાઓ નારાજ થયા હતા. જેમાં જગદીશ મોદીનો પણ સમાવેશ થાય છે. આ 150 કાર્યકર્તા સહિત જગદીશ મોદીની માંગ છે કે, આ બળવાખોર સભ્યોને તાત્કાલિક પક્ષમાંથી દૂર કરવામાં આવે.