ગાંધીનગરઃ ભાજપના વધુ એક નેતા અને પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલ કોરોના સંક્રમિત થયા છે. મળતી જાણકારી અનુસાર કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા સૌરભ પટેલે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જે આજે પોઝિટીવ આવ્યો છે. કોરોના પોઝિટીવ આવતા તેઓ હોમ આઇસોલેટ થયા છે. સૌરભ પટેલ અગાઉ પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. નોંધનીય છે કે ગઇકાલે મંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.


નોંધનીય છે કે આ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના વધુ ત્રણ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટીવ આવતા હર્ષ સંઘવી હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. કોરોનાગ્રસ્ત અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાના કારણે તેઓએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. શરીરમાં કળતર જેવા સામાન્ય લક્ષણો જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. નોંધનીય છે કે કોરોનાની બીજી લહેરમાં પણ હર્ષ સંઘવી કોરોના પોઝિટીવ આવ્યા હતા.


આ પહેલા એક જ દિવસમાં ભાજપના બે ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. અમદાવાદમાં સાબરમતીના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કોરોના સંક્રમિત થતાં હોમ આઇસોલેટ થઈ ગયા છે. આ સિવાય આજે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.


આ પહેલા ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારા કોરોના સંક્રમિત થયા હતા. અનિલ ઝોશીયારા અને તેમના પત્ની કોરોના સંક્રમિત થતાં બંને ક્વોરેન્ટાઇન થયા છે. વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


IOCL Recruitment 2022: 12મું પાસ માટે બંપર વેકેંસી, અહીંયા કરો અરજી, મળશે તગડો પગાર 


 


ગુજરાતમાં PSIની શારિરીક કસોટીમાં થયા એવા છબરડા કે જાણીને લાગી જશે આઘાત, જાણો સુધારો કરવા શું કરવું પડશે ? 


શનિની મહાદશાથી આ રાશિના જાતકને મળશે આ વર્ષે મુક્તિ, જાણો કઇ-કઇ રાશિને મળશે સાડાસાતીથી મુક્તિ 


Hottest Girl : અંગ પ્રદર્શન કરતી સાક્ષીની તસવીરોએ ફેન્સને કર્યા પાગલ, સુંદરતાના મામલે હીરોઇનોને પણ આપે છે ટક્કર


જ્યોતિષ: આપની કિસ્મત ચમકાવી શકે છે આ રાશિની યુવતી, આદર્શ પત્ની સાબિત થાય છે, તેના કારણે પતિનો ભાગ્યોદય થાય છે