Banaskantha: બનાસકાંઠા વાવમાં બે યુવકોને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના વાવમાં યુવતીને મેસેજ કરવાના આરોપમાં બે યુવકોને બાંધીને માર મારવામાં આવ્યો હતો. વીડિયોમાં દોઇ શકાય છે કે સ્થાનિકોએ બે યુવકોને દોરડાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ તેને માર મારતા હતા. યુવતીના પરિવારજનોએ માર માર્યાનો આરોપ લાગી રહ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે યુવકોને દોરડાથી બાંધવામાં આવ્યા છે અને બાદમાં મહિલા અને પુરુષો લાકડી તેઓને ફટકારી રહ્યા છે. યુવકોને પગે સાંકળથી તેમજ કમરના ઉપરના ભાગે દોરડાંથી બાંધવામાં આવ્યા હતા.
વાવનો યુવક યુવતીને તેના ગામમાં મળવા ગયો હતો. ત્યારે યુવતીના પરિવારજનોએ તેમને પકડી લેતા યુવકને માર મારવામાં આવ્યો હતો. વાયરલ વીડિઓને લઇને હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી. બનાસકાંઠામાં અનેક વાર યુવકોને પકડીને માર મારવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
તાજેતરમાં જ બનાસકાંઠાની મહિલાએ સુરતના ખેડૂતને લલચાવી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. બનાસકાંઠા જીલ્લાની મહિલાએ ખેડુતને ફોન ઉપર મીઠીમીઠી પ્રેમભરી વાતો કરી લલચાવી વિશ્વાસમાં લીધા બાદ પરિવાર સાથે તેમની આબુમાં આવેલ હોટલનો લોચો દુર કરવા, રાજસ્થાનના જોધપુરમાં આવેલ હવેલી રિનોવેશન કરવા તેમજ માતા-પિતા તેમજ પોતાની સારવાર કરવા સહિતના કોઈના કોઈ બહાને કુલ રૂપિયા ૨.૪૫ કરોડ પડાવી છેતરપિંડી કરી હતી.
ઉત્રાણ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા બ્રાહ્મણ ફળિયુ ખાતે રહેતા ખેડુત મુકેશ દિનેશભાઈ દેસાઈએ ગતરોજ બનાસકાંઠાના વડગામના મેઘાળના ચેતના ઉર્ફે પુજા ઉર્ફે મધુ વાઘજી વિહોળ,ઉફે જગદીશ દેસાઈ, વાઘજી ઉર્ફે જગદીશ દેસાઈ, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ વાવાઝા વિહોળ, ભુપતસિંહ વાધ, રાજેન્દ્રસિંહગ દોલાજી, જ્યોતિબેન દેસાઈ સામે ફરિયાદ નોંધાલી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૧૩માં તેમના મોબાઈલમાં સોનીયા પટેલ નામની યુવતીનો મીસકોલ આપ્યો હતો. જેથી તેઓએ સામે કોલ કરતા સોનીયાએ તેના સહિત પરિવારના સભ્યોના નામ જણાવી સારી રીતે ઓળખતા હોવાનુ કહી તેની ફ્રેન્ડ તે તમારા સમાજની છે કહી વાતચીત શરુ કરી હતી.