Kutch: કચ્છમાં ઇદની ઉજવણીને લઇને વધુ એક સ્કૂલ આવી વિવાદમાં, હિન્દુ બાળકોને મુસ્લિમ પહેરવેશ ફરજિયાતનો કર્યો હતો મેસેજ

કચ્છમાં ઈદની ઉજવણીને લઈ વધુ એક સ્કૂલ વિવાદમાં આવી છે

Continues below advertisement

કચ્છમાં ઈદની ઉજવણીને લઈ વધુ એક સ્કૂલ વિવાદમાં આવી છે. મળતી જાણકારી અનુસાર, કચ્છના અંજારમાં સ્કૂલે ઈદના તહેવાર નિમિત્તે હિન્દુ બાળકો પાસે મુસ્લિમ ચિન્હ બનાવાતા વિવાદ સર્જાયો હતો. નાના બાળકોને મુસ્લિમ પહેરવેશ ફરજિયાત પહેરવા મેસેજ કરતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. મેસેજ બાદ વાલીઓ અને હિન્દુ સંગઠનના લોકોએ સ્કૂલમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.

Continues below advertisement

બકરી ઇદ નિમિત્તે કચ્છની સ્કૂલે હિન્દુ વિદ્યાર્થીઓને જાહેરમાં પઢાવી નમાઝ

ગુજરાતના કચ્છમાંથી બકરી ઇદનો તહેવાર વિવાદમાં આવ્યો છે, કચ્છમાં એક ખાનગી શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢતા શીખવાડાતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. આ વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્યારે સોશ્યલ મીડિયા એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ગુજરાતના કચ્છનો છે, આ વીડિયોમાં હિન્દુ વિદ્યાર્થીઓને સ્કૂલમાં નમાઝ પઢતા શીખવાડવામાં આવી રહી છે. આ વીડિયો કચ્છમાં આવેલી મુન્દ્રાની ખાનગી શાળા પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સનો છે, જ્યાં ગઇકાલે બકરી દઇના તહેવારની ઉજવણી દરમિયાન શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ વિદ્યાર્થીઓની સાથે નમાઝ પઢતા શીખવાડવામાં આવી રહી છે, શાળાના આવા કૃત્ય બાદ વિવાદ વકર્યો હતો અને વિદ્યાર્થીઓના વાલીઓ શાળામાં હોબાળો મચાવ્યો હતો. ખાસ વાત છે કે, વીડિયોમાં પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સના ધોરણ 5ના વિદ્યાર્થીઓ પાસે આ રીતે પરફોર્મન્સ કરાવવામાં આવ્યુ હતુ.

એમએસ યુનિવર્સિટીમાં ફરી નમાજ પઢવાનો વીડિયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં રોષ

વડોદરા: એમએસ યુનિવર્સિટીમાં ત્રીજી વખત કોઈ વિદ્યાર્થિની નમાજ પડતી હોય તેવો વિડિયો સામે આવ્યો છે.  સાયન્સ ફેકલ્ટીની બોટની ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થિની નમાજ પડતા વિડીયો વાયરલ થયો હતો, યુનિવર્સિટી સત્તાધીશોએ આ મામલે હાઈ પાવર ડીસીપલીનરી કમિટીને તપાસ સોંપી છે. એમએસ યુનિવર્સિટીમાં મુસ્લિમ યુવક અને યુવતીઓ દ્વારા નમાજ પડવાનું છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે તેવી વિગતો સપાટી ઉપર આવી હતી. આ પહેલાં સંસ્કૃત ફેકલ્ટી બહાર નમાજ પડતા યુવકોનો બે વખત વિડીયો સામે આવ્યો હતો ત્યારે પણ હિન્દુ સંગઠનોએ રજૂઆત કરી હતી જે બાદ વધુ એક વિડિયો સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં મુસ્લિમ વિદ્યાર્થિની નમાજ અદા કરતી હોય તેઓ વીડિયો સામે આવ્યો હતો. અન્ય મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પણ કહ્યું કે હા અમે પણ નમાજ પડીએ છીએ કેમકે નમાજનો સમય થયો હોય અને અમે જે પણ જગ્યાએ હોય ત્યાં અમે નમાજ અદા કરીએ છીએ.

Continues below advertisement
Sponsored Links by Taboola