Unique New Year Celebrations: આજથી વિક્રમ સંવત 2080નો પ્રારંભ થયો છે. ત્યારે અરવલ્લીના મોડાસાના રામપુર ગામે અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ગામના પશુપાલકો વહેલી સવારે ભગવાન કૃષ્ણના મંદિરે એકઠા થાય છે. ભગવાનની આરતી કર્યા બાદ ગામના તમામ પશુધન મંદિર આગળ લાવવામાં આવે છે અને ફટાકડા ફોડી પશુઓને ભડકાવવામા આવે છે. આટલી મોટી સંખ્યામાં પશુઓ ભડકે છે છતાં કોઈને પણ કોઈ જાતની ઈજાઓ કે નુકશાન થતું નથી.


ત્યારબાદ ગામના અબાલ વૃદ્ધ સૌ એક બીજાને ભેટી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. લોકોની માન્યતા રહેલી છે કે પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવાથી ગામમાં વર્ષ દરમિયાન સુખાકારી રહે છે. ધંધા-ખેતીમાં પ્રગતિ થાય છે, તો પશુઓમાં પણ રોગ આવતો નથી.


અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકાના રામપુર ગામે પરંપરાગત પશુઓ ભડકાવી આનોખી રીતે નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો જૂની પરંપરાને આજે પણ ગામના નાના થી મોટા લોકો અનુસરી રહયા છે. રામપુર ગામમાં પરંપરાગત પદ્ધતિથી નવા વર્ષની ઉજવણીની એવી માન્યતા રહેલી છે કે પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવાથી ગામમાં વર્ષ દરમિયાન સુખાકારી રહે છે. ધંધા ખેતીમાં પ્રગતિ થાય છે, પશુઓમાં મહામારીનો રોગ આવતો નથી. ત્યારે આજના કોમ્પ્યુટર યુગમાં પણ લોકો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી પરંપરાઓની ઉજવણી કરી તહેવારોની ઉજવણી કરે છે


અરવલ્લીના રામપુર ગામના વડીલોએ પરંપરા જાળવી યુવાનોને સુપ્રત કરી છે. ગામના ચોકમાં વ્યસન પણ છોડી દેવામાં આવે છે. જેથી પશુઓ, ખેતી તેમજ લોકોને થતું નુકસાન અટકી જાય છે. ત્યારે હિન્દૂ સમાજ પરંપરા પર ટકી રહ્યો છે ત્યારે નવા વર્ષની અહીં અનોખી શરૂઆત કરવામાં આવી હતી.