શામળાજીઃ અરવલ્લીના ગોઢકુલ્લા ગામે થયેલા ગ્રેનેડ બ્લાસ્ટમાં મોતને ભેટેલા શખ્સના નાના ભાઈએ પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મૃતક કાંતિભાઈ ફણેજાનો મૃતદેહ ડુંગર પર ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યો છે. પરિવારે આરોપ લગાવ્યો  હતો કે પોલીસ તરફથી સતત દબાણ કરવામાં આવતું હોવાથી કાંતિભાઈએ જીવન ટૂંકાવ્યું છે.


નોંધનીય છે કે  28 ઓગસ્ટના રોજ એક ભેદી ધડાકો થયો હતો અને આ ઘટનામાં બાળક સહિત બે લોકોના મોત નિપજ્યા હતા. પોલીસે તપાસ કરતાં સામે આવ્યું હતું કે, મૃતક યુવકનું નામ રમેશ હતું અને ગ્રેનેડ બ્લાસ્ટમાં તેનું મૃત્યું થયું હતું. રમેશે સાણસી વડે ગ્રેનેડની પિન કાઢતા બ્લાસ્ટ થયો હતો અને તેમાં તેનું અને તેની દીકરી મોતને ભેટ્યા હતા. હવે પોલીસ તપાસ વચ્ચે રમેશના ભાઈએ પણ મોતને વહાલું કરતાં મામલો વધુ ગરમાયો છે.


નોંધનીય છે કે એક સપ્તાહ અગાઉ શામળાજીના ગોઢકુલ્લામાં હેન્ડ ગ્રેનેડથી બ્લાસ્ટ થયો હતો જેમાં યુવાન અને બાળકીનું મોત થયું હતું. ફોરેન્સિક તપાસમાં હેન્ડ ગ્રેનેડના પુરાવા મળ્યા હતા. મૃતક રમેશ યુવાનના હેન્ડ ગ્રેનેડ અને ગન સાથેના ફોટો સામે આવ્યા હતા. કમરના ભાગે યુવાને હેન્ડ ગ્રેનેડ બાંધી ફોટોગ્રાફી  કરાવી હતી. શામળાજી ટ્રાયબલ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યા એ મોટો પ્રશ્ન છે. છ મહિના પહેલા મૃતક અને અન્ય યુવકને ગ્રેનેડ મળ્યો હતો. 28 ઓગસ્ટે સાણસી વડે ગ્રેનેડની પિન કાઢતા બ્લાસ્ટ થયો હતો. છ મહિનાથી બાળકો વચ્ચે ગ્રેનેડ ઘરમાં મુકી રાખ્યો હતો. પોલીસે મૃતક યુવક અને અન્ય એક સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ અન્વયે ગુનો દાખલ કર્યો હતો.


Avani Lekhara Wins Bronze: અવની લેખારાએ 50 મીટર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો


બ્રહ્મકુમારીની વિધિથી ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર, માતા અને બહેનની સ્થિતિ ખરાબ, ચોધાર આંસુ સાથે આપી વિદાય


India Corona Updates: કોરોના એક્ટિવ કેસ વધીને 4 લાખ સુધી પહોંચ્યા, 24 કલાકમાં 45 હજાર નવા કેસ