ગુજરાતમાં 28 જૂનથી 3 જુલાઈ સુધીમાં વરસાદ પડશે અને ગુજરાતમાં આ વખતે 15 દિવસ મોડું ચોમાસું શરૂ થશે. ગુજરાતમાં 15 જૂનથી ઝાપટાં પડવાની શરૂઆત થાય તેવી સંભાવનો જોવા મળી રહી છે તેવું વરસાદની આગાહીકારે જણાવ્યું હતું.
વરસાદની આગાહીકારના કહ્યાં પ્રમાણે, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જૂનાગડ અને ડાંગમાં પડે તેવી સંભાવના છે. વલસાડ, સાબરકાંઠા અને સુરતમાં પણ આ વખતે સારો વરસાદ થશે. જ્યારે કચ્છ, મહેસાણા, બનાસકાંઠા અને જામનગરમાં ઓછો વરસાદ પડે તેવી સંભાવનોઓ જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં પૂરની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં સારો અને કેટલાકમાં મધ્યમ વરસાદ થશે. ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લામાં ઓછો વરસાદ પડશે તેવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં પ્રમાણસર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. કચ્છના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.