પાટણ: સિદ્ધપુર કલ્યાણા ગામના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા પરિવારની ડોક્ટર પુત્રીએ પોતાના જ સગાભાઈ અને ભત્રીજીને ઝેરી દવા પીવડાવીને તેમનું મોત નિપજાવ્યું હોવાની ફરિયાદ પોતે પિતાએ તેની પુત્રી સામે નોંધાવતાં પાટણ પોલીસે યુવતીની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ હાથ ધરી હતી. કિન્નરીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
કિન્નરીએ તેના પરિવાર સમક્ષ બે હત્યાકાંડની કબુલાત કરતાં જણાવ્યું હતું કે, જીગરભાઈને હું અવાર-નવાર ધતુરાના ફુલના બીજ પાણીમાં ઉકાણીને ગ્લુકોણમાં ભેળવીને તેમને પાણીની બોટલમાં ભરી આપતી હતી.
આ ઉપરાંત કલ્યાણા ગામે ગયેલ તે સમયે પણ મેં જીગરભાઈની બોટલમાં ધતુરાના બીજનું પાણી ભેળવી દીધેલ હતું અને તેઓ ગાંડા જેવા થઈ ગયેલા હતા તે સમયે ખાટલામાં સુવડાવેલા હતા તે દરમિયાન કોઈની નજર ન પડે તી રીતે દવાની કેપ્સુલમાં ઝેરી દવા હતી.
તે જીગરભાઈના મોઢામાં નાંધી દીધેલ તેવી કબૂલાત કરી હતી. તો તેવી જ રીતે માહીને પણ ઘોડિયામાં સુતી હતી તે સમયે ઝેરી દવા તેના મોઢામાં મુકી દીધેલ હતી અને ભૂમિબેનને પણ સવારે ધતુરાના બીજનું પાણી ગ્લુકોણમાં ભેળવીને આપી હોવાનું કબૂલાત કરી હતી. જોકે આવું કેમ કર્યું તેની પાછળનું કારણ જણાવ્યું નથી.
પાટણ: ડોક્ટર બહેને ભાઈ-ભત્રીજીની કેવી રીતે કરી હત્યા, સમગ્ર ઘટના જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
abpasmita.in
Updated at:
07 Jun 2019 09:28 AM (IST)
સિદ્ધપુર કલ્યાણા ગામના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા પરિવારની ડોક્ટર પુત્રીએ પોતાના જ સગાભાઈ અને ભત્રીજીને ઝેરી દવા પીવડાવીને તેમનું મોત નિપજાવ્યું
- - - - - - - - - Advertisement - - - - - - - - -