BHUJ : ભુજના ભુજીયા ડુંગર તળેટીમાં 16 તારીખે બેભાન અને નગ્ન અવસ્થામાં યુવક અને સગીરા મળી આવ્યા હતા.જે અંગે ભુજ બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને સારવાર માટે બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર બાદ ખુલાસો થયો છે કે, સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું..આ અંગે પોલીસે અલગ અલગ ટીમો બનાવી 4 શખ્સોની ધરપકડ કરી છે.16 તારીખે વાલજી ઉર્ફે કિશન સગીરાને લલચાવી ભુજીયા ડુંગર નજીક એક વાડામાં લઇ આવ્યો હતો.જ્યાં અન્ય આરોપીઓ પણ હાજર હતા.સગીરાની ફરીયાદના આધારે તેને નશાયુક્ત વસ્તુ પીવડાવવામાં આવી હતી.ત્યાર બાદ તે બેભાન થતા દુષ્કર્મ આચરવામાં આવ્યું...પોલીસે હુસૈન કકલ, રાહુલ સથવારા, કિશન દેવીપૂજક, મહેશ મહેશ્વરીની ધરપકડ કરી 10 દિવસના રીમાંડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


16 તારીખે કિશોરી અર્ધનગ્ન હાલતમાં મળી હોવાની માહિતીના આધારે પોલીસે તપાસ કરી કિશોરીને સારવાર માટે ખસેડી હતી. અને તે સ્વસ્થ થયા બાદ તેની ફરીયાદના આધારે તેને ફોસલાવી લાવનાર તથા અન્ય 3 શખ્સો સામે બળાત્કાર સહિતની કલમો તળે ફરીયાદ નોંધી હતી. બે દિવસની તપાસમા હવે સામે આવ્યુ છે કે તેની સાથે સામુહીક દુષ્કર્મ થયુ છે જેથી ફરીયાદમાં તેનો ઉમેરો કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ચકચારી એવા કિસ્સામાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી 4 આરોપીને ઝડપી પાડ્યા છે.


16 તારીખે વાલજી ઉર્ફે કિસન કિશોરી ને લલચાવી ભુજીયા ડુંગર નજીક એક વાડામાં લઇ આવ્યો હતો. જ્યા અન્ય આરોપીઓ પણ હાજર હતા. કિશોરીની ફરીયાદના આધારે તેને નશાયુક્ત વસ્તુ પિવડાવાઇ હતી. પરંતુ ત્યાર બાદ તે બેભાન હોવાની ફરીયાદ આપી હતી. જે આધારે તપાસ કરતા હુસૈન અલીમામદ કકલ, રાહુલ અનિલ સથવારા,વાલજી ઉર્ફે કિસન દેવીપુજક, તથા મહેશ નવીન મહેશ્વરીની સંડોવણી ખુલી છે.


પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે વાલજી ઉર્ફે કિસન દેવીપુજક તથા હુસૈન કકલએ કિશોરી પર દુષ્ક્રમ ગુજાર્યુ હતુ અને ત્યાર બાદ ફરાર થઇ ગયા હતા. તમામ આરોપીના 10 દિવસના રીમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાધ ધરી છે. પોક્સો એક્ટની વિવધ કલમો સાથે સામુહિક દુષ્કર્મ કલમનો ઉમેરો કરવામાં આવશે.


જો કે ગુન્હાના 2 દિવસ બાદ 4 આરોપીઓ પોલીસની ગીરફ્તમાં છે. 10 દિવસના રીમાન્ડ દરમ્યાન મેડીકલ તથા FSL ની મદદથી પોલિસ પુરતા પુરાવા મેળવવાની દિશામાં તપાસ કરશે. જોકે દારૂના નશામાં હવસના આ ખેલમાં કિશોરી સામુહીક દુષ્કર્મનો ભોગ બની છે. જેની ચર્ચા સમગ્ર કચ્છમાં છે. તો ગુન્હાનું હબ બની ગયેલા ભુજીયા ડુંગરની તળેટીમાં પોલિસની સતર્કતા વધે તેવી માંગ પણ ઉઠી છે.