Arvalli District News: આજે સતત બીજા દિવસે બસ અકસ્માતની ઘટના ઘટી છે, આજે અરવલ્લી જિલ્લામાં એક ખાનગી બસ પલટી ખાઇ જવાની ઘટનામાં 16 જેટલા મુસાફરો ઘાયલ થવાના સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે, તમામ ઘાયલોને સારવાર અર્થે શામળાજી અને હિંમતનગર હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. 




ગઇકાલે અંબાજી રૉડ પર હદાડ પાસે એક ખાનગી બસ ખાઇમાં પડી ગયાની ઘટના હતી, હવે આજે ફરી એકવાર શામળાજીમાં બસ પલટી ખાઇ જવાની ઘટના ઘટી છે.




અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આજે એક ખાનગી સ્લીપર કૉચ બસ જે અમદાવાદથી કાનપુર જઇ હતી તે રસ્તામાં અણસોલ પાટિયા નજીક પલટી ખાઇ ગઇ હતી. આ દૂર્ઘટમાં બસમાં સવાર 16 મુસાફરો ઘાયલ થયા હતા, જેઓને હાલમાં સારવાર અર્થે શામળાજી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે,




માહિતી છે કે, પાંચની હાલત અતિ ગંભીર હોવાથી તેમને હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર હાઇવે પર આ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. બસ પલટી ખાઇ ગઇ હોવાથી બે ક્રેનની મદદથી બસને રૉડ પરથી પોલીસ દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.




 


શ્રદ્ધાળુઓ ભરેલી અંબાજી જતી બસ પલટી જતા 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત


અંબાજી હડાદ માર્ગ પર લક્ઝરી બસ પલટી ખાઈ જવાનો મામલો સામે આવ્યો છે. ખેડાથી લક્ઝરી બસ શ્રદ્ધાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહી હતી લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. લક્ઝરી બસ પથ્થરને અડતા તેનું છાપરું અલગ થઈ ગયું હતું. લક્ઝરી બસમાં રહેલા પેસેન્જરમાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે અંબાજી કોટેજ હોસ્પિટલ અને વધુ સારવાર સાથે પાલનપુર સિવિલમાં રિફર કરાયા છે. અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસની ગાડીમાં તમામ મુસાફરોને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે રીફર કરાયા હતા.