મોડાસાઃ  અરવલ્લીમાં આદિવાસી સમાજના પ્રમુખે સમાજના લોકોને અપીલ કરી છે. આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચના પ્રમુખે પત્ર લખી લોકોને કોરોનાકાળમાં અપીલ કરી છે. લગ્ન પ્રસંગો સાદગી પૂર્વક ઉજવી સરકારની ગાઈડ લાઇનનું પાલન કરવા અપીલ કરી છે.  


આ ઉપરાંત બારમાં તેરમાની વિધિ ,બેસણું બંધ રાખી ટેલિફોનિક શ્રદ્ધાંજલિ આપવા હાંકલ કરી છે. તેમજ પ્રસંગોપાત એકબીજાને મળવા કરતા પોતાનું હોવું પરિવાર માટે જરૂરી જણાવ્યું છે. કોરોના વેક્સિન લેવા પણ સમાજના લોકોને અપીલ કરાઈ છે. 

 ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત્ રહેવા છતાં શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૮૪૭ કેસ નોંધાયા હતા. સુરતમાં ૨૪, અમદાવાદમાં ૨૨ સહિત કુલ ૧૭૨ના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં ૨૪ એપ્રિલ બાદ પ્રથમવાર દૈનિક કેસનો આંક ૧૪ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫,૮૧,૬૨૪ છે જ્યારે કુલ મરણાંક ૭,૩૫૫ છે. હાલમાં ૧,૪૨,૧૩૯ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ ૧૦,૫૮૨ દર્દીએ કોરોના હરાવ્યો છે. અત્યારસુધી કુલ ૪,૨૯,૧૩૦ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા ?


 


અમદાવાદ કોર્પોરેશનમાં 4980, સુરત કોર્પોરેશન-1795, રાજકોટ કોર્પોરેશ 605, વડોદરા કોર્પોરેશન-547,  મહેસાણા-517, ભાવનગર કોર્પોરેશન 410, સુરત 393, જામનગર કોર્પોરેશન- 390,   જામનગર-353, વડોદરા 236, બનાસકાંઠા 198, ખેડા 196,  પાટણ 169, નવસારી 164, ભાવનગર 163, કચ્છ 161, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 160, જૂનાગઢ કોર્પોરેશન 147, આણંદ 146, દાહોદ 144, જૂનાગઢ 136,  મહીસાગર 135, સાબરકાંઠા 135, પંચમહાલ 133, વલસાડ 133, અરવલ્લી 127, સુરેન્દ્રનગર 117, ભરૂચ 113, ગીર સોમનાથ 106, મોરબી 102, તાપી 96, રાજકોટ 95, અમદાવાદ 80, નર્મદા 63,  પોરબંદર 56, છોટા ઉદેપુર 54, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 41,  બોટાદ 24 અને ડાંગ  22 કેસ સાથે કુલ 13847 કેસ નોંધાયા હતા. 

રાજ્યમાં 18 થી 44 વર્ષના કેટલા લોકોએ લીધી રસી


 


રાજ્યમાં શનિવારે 18 વર્ષથી 44 વર્ષ સુધીના વ્યક્તિના રસીકરણનો શુભારંભ થયો હતો  અને 55,235 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું હતું. વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,11,863 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 24,92,496 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,23,04,359 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.