Gujarat Election 2022:મિશન ગુજરાત 2022ને લઇને આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિયતાથી રાજ્યમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. આજે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. જાણીએ શું છે સમગ્ર કાર્યક્રમ 


મિશન ગુજરાત 2022ને લઇને આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિયતાથી રાજ્યમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. આજે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. જાણીએ શું છે સમગ્ર કાર્યક્રમ 


એકવાર ફરી દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. આજથી 2 દિવસ તેઓ ભાજપના ગઢ ગુજરાતમાં સભા ગજવશે,. આ પહેલા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 01 અને 02 ઓક્ટોમ્બરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે . ગુજરાત પ્રવાસ દરમિયાન તેણે ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા , સુરેન્દ્રનગર સહિત ચાર જનસભાને સંબોધિત કરી હતી.


ભાજપના ગઢ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આ વખતે વધુ રસાકસીભરી થઇ શકે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મિશન ગુજરાત 2022 પર ફોકસ કરી રહી છે અને તાબડતોબ સભાને સંબોધી રહી છે. આજે એકવાર ફરી એકવાર ફરી દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. તેઓ 8 ઓક્ટોબર અને 9 ઓક્ટબરે ગુજરાતમાં જુદી-જુદી જગ્યાએ જનસભાને સંબોધશે. 


શું છે 2 દિવસનો કાર્યક્રમ
ગુજરાતમાં આપના આ બંને દિગ્ગજ નેતા 2 દિવસ વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે   જનસભાને સંબોધિત કરશે. ઉલ્લેખનિય છે કે, કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયા બાદ ભાજપને તેને વધુ એક મામલે ઘેરવાનો મોકો મળી ગયો છે. આ મામલે તેને વધુ ટીકાનો સામનો કરવો પડી શકે છે. 


Delhi : કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના વાયરલ વીડિયોથી ખળભળાટ, મંત્રીના રાજીનામાની માંગ


નવી દિલ્લીઃ કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેનદ્ર પાલ ગૌતમનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોમાં મંત્રી દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ લેવડાવતા દેખાઈ રહ્યા છે. મોટા સમાચાર એ છે કે, કેજરીવાલ પોતાના મંત્રીથી નારાજ છે. મંત્રીના વાયરલ વીડિયોને લઈને હવે આમ આદમી પાર્ટી ભાજપના નિશાને છે. ભાજપે મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને મંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે. 


કેજરીવાલનાં મત્રી  રાજેન્દ્રપાલ ગૌતમ જે એક કાર્યક્રમની અંદર હાજરી આપી. કાર્યક્રમની અંદર શપત લેવડાવામાં આવે છે હું ભગવાન કૃષ્ણ માનીશ નહી. ભગવાન વિષ્ણુને માનીશ નહી. ભગવાન રામ , ભગવાન શંકરને પણ માનીશ નહીં. ભગવાન માનવાનો ઈનકાર કરવાનો શપથ લેવડાવમાં આવ્યા અને ધર્માંતરણ પણ કરવામાં આવ્યુ. જોકે, એબીપી અસ્મિતા આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.


ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આ મુદ્દે કહ્યું કે, તમારા મંત્રી એક તરફ હિન્દુ ધર્માંતરણ કરાવતા હોય અને ગુજરાત આવી તમે મંદિરે મંદિરે ફરો. તમારા ગુજરાતના પ્રમુખ સત્યનારાયણ ભગવાનને ગાળો આપી ચુક્યા છે. આજે મંદિરે મંદિરે ફરેલા ગોપાલ ઈટીલીયાને પણ મારે કહેવું છે. તમારા દિલ્લી સરકારના મંત્રી ધર્માંતરણને આજે ઉત્તેજન આપે છે. ગુજરાતની અંદર ખોટા હિન્દુ  હોવાના નાટક કરી રહ્યા છો. ગુજરાતની જનતા સારી રીતે ઓળખે છે ભારતની જનતા સારી રીતે ઓળખે છે. તમે હિન્દુ ધર્મનું નિકંદન કરવા નિકળયા છો એ સ્પષ્ટ દેખાય છે.