BHARUCH : ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે આજે ગઠબંધન થયું. આ ગઠબંધન માટે બંને પાર્ટીઓએ ભરૂચના ચંદેરીયામાં આદિવાસી સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું અને ભાજપ તેમજ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. જો કે પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ મરાઠી હોવાનું કહી નવો જ વિવાદ ઉભો કર્યો.
પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું -
"મહારાષ્ટ્રના સી.આર.પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે. શું ભાજપને પ્રમુખ બનાવવા માટે એક પણ ગુજરાતી ના મળ્યો? લોકો કહે છે કે, પ્રમુખ જ નહીં, આ જ ગુજરાત સરકાર ચલાવે છે. આ છે અસલી સીએમ. આ ગુજરાતની જનતાનું ઘોર અપમાન છે. ભાજપના લોકો, ગુજરાતને એક ગુજરાતી પ્રમુખ આપો”
કેજરીવાલના આ નિવેદનનો સોશિયલ મીડિયામાં ખુબ વિરોધ થયો. યુઝર્સે કેજરીવાલના આ નિવેદનની નિંદા કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ ભાષાના આધારે ભાગલા ન પાડો અને પ્રાંતવાદ ન ફેલાવો. આવો જોઈએ યુઝર્સે શું શું કહ્યું
1)એક યુઝર્સે લખ્યું અરવિંદ કેજરીવાલ પોતે હરિયાણાના છે અને હાલમાં દિલ્હીના મુખ્ય પ્રધાન છે. તેમણે આવી વાત ન કરવી જોઈએ.
2)બીજા યુઝર્સે લખ્યું કે અરવિંદ કેજરીવાલે શા માટે પંજાબમાંથી પંજાબી ન હોય આવા નેતાને રાજ્યસભામાં મોકલ્યા?
3) એક યુઝર્સે કેજરીવાલની નિંદા કરતા લખ્યું, “મારા પૂર્વજો પણ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવ્યા હતા, પણ હું મૂળ ગુજરાતીઓથી ઓછો ગુજરાતી નથી! મને ગુજરાતી હોવાનો ગર્વ છે!રાજકારણને એક ક્ષણ માટે બાજુએ મૂકીને હું કહેવા માંગુ છું કે તમે ભાષાનો ભેદ બતાવીને અમારા ગુજરાતીઓનું અપમાન કર્યું છે!”
4) એક યુઝર્સે લખ્યું કે હિન્દૂ મુસ્લિમ બાદ કેજરીવાલ હવે ગુજરાતી મરાઠી પર આવી ગયા.
5) તો એક યુઝર્સે લખ્યું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતીઓને મરાઠીઓ વિરુદ્ધ ઉશ્કેરી રહ્યાં છે.
6) અન્ય એક યુઝર્સે લખ્યું, “સર હું ગુજરાતી છું અને કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ નથી. આ કિસ્સામાં, તમે ખોટા છો અને તમે તમારા મનની વાત કરતાનથી. આ મામલે તમે ગુજરાતમાં શું કરો છો? તેથી વિકાસ વિશેની વાત કરો. તમને કહી રહ્યો છું કારણ કે મુદ્દો ગુજરાતનો છે અને હું ગુજરાતી છું.
અન્ય ઘણા યુઝર્સે પણ કેજરીવાલના આ ટ્વીટ પર ઘણી પ્રતિક્રિયાઓ આપી છે.