અમદાવાદઃ કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ સાબિત થયેલ ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં અછત જોવા મળી રહી છે. એટલું જ નહીં આ ઇન્જેક્શનના કાળાબજાર પણ થઈ રહ્યાં છે.


ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાત સ્વીકારી છે. રાજ્ય આરોગ્ય વિભાગે સ્વિટર્ઝલેન્ડની રોશ ફાર્મા કંપની પાસે પાંચ હજાર ટોસિલિઝુમેબ ઇન્જેકશન માંગ્યા હતાં પણ માત્ર 2537 ઇન્જેકશન જ મળ્યા હતાં.

ગુજરાતમાં અનલોકમાં કોરોનાના પ્રકોવ વધી રહ્યો છે. અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેકશન રામબાણ ઇલાજ સાબિત થયા છે અને તેની માગમાં પણ ઉછાળો આવ્યો છે. એટલું જ નહીં, આ ઇન્જેકશન તો હવે કાળા બજાર થઇ રહ્યાં છે.

આ ઇન્જેકશન સ્વિટર્ઝલેન્ડની રોશ કંપની ઉત્પાદન કરે છે. ભારતમાં એક જ ડિલર છે. રાજ્ય સરકારે કેન્દ્રીય વિદેશ મંત્રાલયની મદદથી સીધો રોશ કંપની સાથે સંપર્ક કર્યો છે. સરકારે પાંચ હજાર ઇન્જેકશનની માંગ કરી હતી પણ 2537 ઇન્જેકશન મોકલાયાં છે.

ગુજરાતને મળેલા કુલ ઇન્જેક્શન પૈકી 2083નો ઉપયોગ કરવામાં આવ્યા છે. બીજી બાજુ રેમેડેસિવિરના 8050 ઇન્જેક્શનની માગ કરવામાં આવી હતી તેની સામે માત્ર 850 ઇન્જેક્શન જ મળ્યા છે. અત્યાર સુધીમાં રેમડેસિવીરના 86 ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માં 86 રેમડેસિવિર ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.