ગાંધીનગર: રાજ્યમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ કામ વગર બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવું જોઈએ તેમ કહેવામાં આવ્યું છે.  બપોરનાં સમયે ચક્કર આવવા, જીવ ગભરાવો, માથાના દુખાવા જેવી સમસ્યા થવા લાગી છે. ગરમીમાં બહાર નિકળવાથી તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.  જો તમે આ ઋતુમાં જરાપણ બેદરકારી દાખવી તો તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લૂ લાગવાના કારણે તમે જીવ પણ ગુમાવી શકો છો. 


ગરમીમાં પોતાને આ રીતે રાખો સલામત


ગરમીમાં પોતાને  હાઈડ્રેટ રાખો
તરસ ન લાગી હોય તો પણ સતત પાણી પીવો
બપોરનાં 12-3 વચ્ચેનાં સમયમાં બહાર નીકળવાનું ટાળવુ જોઈએ
ગરમીમાં સુતરાઉ કપડાં જ પહેરો


પ્રેગ્નન્ટ મહિલાઓ, હાર્ટના દર્દીઓ,  સીનિયર સીટીઝન અને નાના બાળકોએ બપોરના સમયે બહાર જવાથી બચવું જોઈએ. કારણ કે કાળઝાળ ગરમી તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. શક્ય હોય  ત્યા સુધી બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ. 


ગરમી દરમિયાન સતત થાક અનુભવવો, અચાનક બેભાન થવું, માઈગ્રેન અને ડિહાઈડ્રેશનની સમસ્યાઓ બને છે. જેના કારણે ગરમીમાં લોકોએ પોતાને સાવચેત રાખવા ખૂબ જ જરુરી છે. ગરમીમાં પાણીની બોટલ સાથે લઈને જ બહાર નિકળવું જોઈએ. લીંબુ પાણી પણ ગરમીમાં ખૂબ જ ફાયદાકારક છે. 



ઊલ્ટી આવે તો આ ઉપાય કરો 


જ્યુસ સાથે  રાખો. તેને પીતા રહો. તેનાથી શરીરમાં થતી ગરમી દૂર થશે.
એક કપ ગરમ પાણીમાં લીંબુનો રસ અને નમક મિક્સ કરીને પી લો.
લવિંગ શેકીને પીસી લો. જ્યારે પણ મુસાફરી કરો ત્યારે ચપટી ભરેલી પીસેલા લવિંગમાં ખાંડ કે બ્લેક સોલ્ટ ઉમેરીને તેને ચૂસતા રહો.
આદુનો નાનો ટુકડો મોઢામાં રાખો અને તેને ચૂસતા રહો. સારું લાગશે.
ફુદીનાની ટેબલેટ કે લિક્વિડ સીરપ સાથે રાખો. તેનાથી પેટમાં ઠંડક મળશે.
બસમાં મુસાફરી કરી રહ્યા છો તો સીટ પર બેસતાં પહેલાં પેપર પાથરી લો, તેનાથી ઊલ્ટીં નહી આવે.



ગરમીનાં કારણે ચકકર આવે તો શું કરવું 


હીટવેવના કારણે ચકકર આવવા પર સૌથી પહેલા તો ત્યાં આસપાસની ઠંડકવાળી જગ્યામાં બેસી જવુ જોઈએ. જો શક્ય બને તો સૂઈ જાઓ અને પગને થોડા ઉપર કરી લો. તે પછી ORS, ગ્લુકોઝ જે પણ સરળતાથી ઉપલબ્ધ છે તેને પી લો.