રાજ્યમાં હાલ 1703 એક્ટિવ કેસ છે, જેમાંથી 32 લોકો વેન્ટિલેટર પર અને 1671 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2,59,928 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશમાં 50, સુરત કોર્પોરેશનમાં 43, રાજકોટ કોર્પોરેશન 34, રાજકોટ-8, વડોદરા-8, જામનગર કોર્પોરેશન-7, મહેસાણા-6, આણંદ-5, ગાંધીનગર-5, ગાંધીનગર કોર્પોરેશન-5, ગીર સોમનાથ-5, ખેડા-5, સાબરકાંઠા-5, બનાસકાંઠા-4, કચ્છ-4, સુરત-4 અને મહિસાગરમાં-3 કેસ નોંધાયા હતા.
અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી
ગુજરાતમાં અત્યાર સુધી 8,05,630 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 3718 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.