ગાંધીનગરઃ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર આ વર્ષે કોરોનાના કારણે પતંગનું ઉત્પાદન ઘટયું છે અને GSTના કારણે પતંગના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો થયો છે. ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે 15થી 20 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે.


બીજી તરફ કોરોના સંક્રમણ વધતા સરકાર આ વર્ષે કેવી માર્ગદર્શિકા બહાર પડે છે તેની વેપારીઓ પણ રાહ જોઈ રહ્યા છે. અમદાવાદમાં દર વર્ષે અન્ય રાજ્યોના કારીગરો પતંગ બનાવવા અમદાવાદ આવે છે પરંતુ કોરોના મહામારીના કારણે આ વર્ષે અન્ય રાજ્યોમાંથી કારીગરો ઓછા આવ્યા છે. તો બીજી તરફ પતંગ બનાવવામાં વપરાતા વાસની પણ આ વર્ષે અછત છે..જેના કારણે પતંગનું ઉત્પાદન ઘટયું છે. રાજસ્થાનના જોધપુરથી દર વર્ષે 50 જેટલા કારીગરો અહી અમદાવાદ આવે છે. જે પૈકી આ વર્ષે માત્ર 15થી 20 કારીગરો જ આવ્યા છે જેના કારણે પતંગનું ઉત્પાદન આ વર્ષે 30થી 40 ટકા ઘટયું છે.


 પશ્વિમ બંગાળમાં સ્કૂલો બંધ


પશ્ચિમ બંગાળમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇને હવે નવો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૉવિડ-19 પ્રૉટોકૉલને વધુ કડક કરતા આવતીકાલથી મોટાભાગના ધંધા રોજગાર અને શાળા કૉલેજોને બંધ કરવાનો કડક આદેશ આપ્યો છે. કોરોના મહામારીને ફરી એકવાર કાબુ કરવા માટે મમતા બેનર્જીએ નવી ગાઇડલાઇન જાહેર કરી છે.


 


આ પણ વાંચો..........


CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી


IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ


નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............


વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા


UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા