સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લામાં 11 લાખ વૃક્ષો વાવવાનો મહા સંકલ્પ  કરવામાં આવ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયેલા આ મહા સંકલ્પ અંતર્ગત પ્રચાર પ્રસાર સમિતિની રવિવારે બેઠક મળી તેમાં છેવાડાના લોકો પણ આ મહા સંકલ્પમાં જોડાય એવો નિર્ણય લેવાયો છે. આ મહા સંકલ્પમાં દરેક વ્યક્તિ એક વૃક્ષથી લઈને અગણિત વૃક્ષોનું અનુદાન આપી શકે છો.  એક વૃક્ષ દીઠ અનુદાનની કિંમત ફક્ત સો રૂપિયા નક્કી કરી છે.


આ મીટીંગમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના વૃક્ષારોપણના મહા સંકલ્પનો વિષય છેવાડાના લોકો સુધિ પહોચે, પર્યાવરણ વિશે જાગૃતિ આવે, લોકો વૃક્ષને પ્રેમ કરતા થાય એ માટે ઝુંબેશ ચલાવવાન નિર્ણય લેવાયો હતો.


આ બેઠકમાં નિશ્ચય કરાયો હતો કે,  શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર વૃક્ષારોપણ કરી આ પ્રોજેક્ટ પૂર્ણ નથી કરવાનો સાથે જ વૃક્ષોનો ઉછેર થાય, ખેડૂતોને વૃક્ષારોપણથી આર્થિક ઉપાર્જન થાય, વૃક્ષના માધ્યમથી ખેડૂતોની રોજીરોટી ચાલે એવું કરવાનું છે.  


ભવિષ્યમાં વૃક્ષો અને વૃક્ષારોપણની બાબતમાં ગીર સોમનાથ જિલ્લો ગુજરાત નહીં પરંતુ ભારતભરમાં રોલ મોડલ તરીકે સ્થાપિત થાય એવો નિશ્ચય કરાયો છે.  શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી કે લહેરીના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી.


લોકવાયકામાં લીલી નાઘેર  કહેવાતું આ ક્ષેત્ર આવનારા વર્ષોમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના આ મહા સંકલ્પના કારણે ફરી એક વખત લીલી નાઘેર બનીને ભારતના સુવર્ણ યુગની શરૂઆત ગીર સોમનાથથી થશે એ નિશ્ચિત છે.  આ મહા સંકલ્પ સૌના સહિયારા પ્રયાસોથી સફળ થવાનો છે.


પી.કે. લહેરી દ્વારા આ કાર્યક્રમની સફળતા માટે અલગ અલગ પ્રકારની સમિતિઓ બનાવીને મોટા પ્રમાણમાં કાર્યકરોને જોડીને આ મહા સંકલ્પની શુભ શરૂઆત કરવામાં આવી છે. મહાસંકલ્પ અભિયાન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના 342 ગામોમાં દરેક ખેડૂત દીઠ 10 વૃક્ષો વાવવાના છે.


શહેરી વિસ્તારોમાં સાર્વજનિક પ્લોટોમાં સામાજિક સંસ્થાઓને વૃક્ષ ઉછેરની જવાબદારી સોંપાઈ છે. 


આ પણ વાંચો..........


CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી


IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ


નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............


વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા


UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા