Gujarat Assembly Elections: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ યથાવત છે. ઘણા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. હવે કડીમાં અમરેલી જિલ્લાના રાજકારણમાં પણ ભુકંપ સર્જાયો છે. ભાજપના આગેવાન અને બગસરા APMC ના પૂર્વ ચેરમેન કાંતિ સતાસીયાએ આમ આદમીનો ખેસ પહેર્યો છે. દીલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલના હાથે તેઓ આપ પાર્ટીમાં જોડાયા છે. વર્ષોથી ભાજપમાં રહેલા કાંતિ સતાસીયાએ અચાનક જ કેસરીયો ઉતારીને આપ પાર્ટીમાં જોડાતા બગસરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
નોંધનિય છે કે, દિલીપ સંઘાણી અને બાવકુ ઊંધાડના નજીકના ગણાતા કાંતિ સતાસીયા આમ આદમી પાર્ટીમાં જોડાતા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ફટકો લાગ્યો છે. તો બીજી તરફ ધારી વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના સબળ ઉમેદવાર તરીકે કાંતિ સતાસીયા મેદાનમાં ઉતરી શકે છે.
ઉંઝામાં આમ આદમી પાર્ટીની સભા
ઉંઝામાં આમ આદમી પાર્ટીની સભામા ઉમટી મોટી જન સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રીએ કહ્યુ કે, કોગ્રેસ કોમામાં જતી રહી છે. 2022ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ સભાઓ યોજી રહ્યા છે. મહેસાણાના ઊંઝા ખાતે આજે આપની જનસભા યોજાઇ હતી. પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રી સભાને સંબોધન કર્યું હતું. પંજાબના મુખ્યમંત્રીએ કોંગ્રેસ અને ભાજપ બંને ઉપર પ્રહાર કર્યા હતા. સભાને સબોધન કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ વેચાવ પાર્ટી છે. દેશમાંથી કોંગ્રેસ જતી રહી છે તો બીજી તરફ ભાજપ સરકાર ઉપર પણ પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપ વિકાસના નામે લોકોની છેતરી રહી છે. ગુજરાતની જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ 27 મિનિટમાં લઈ લેશે. રાજ્યમાં મોઘવારી વધી રહી છે. મહિલાઓ મોઘવારીથી પરેશાન છે.
ગુજરાતમાં AAPની આંધી ચાલી રહી છે: કેજરીવાલઆમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ડીસામાં જાહેરસભા સંબોધવા પહોંચ્યા છે. ડીસા ખાતે જંગી જાહેરસભામાં આપ નેતાઓ દ્વારા ભાજપ અને કોંગ્રેસ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના આગમનને લઈને આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ડીસા હવાઈ પિલર ખાતે કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ઈશુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિતના આપના આગેવાન હાજર રહ્યા હતા.
અરવિંદ કેજરીવાલનું સંબોધન
આજે સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. માતાજીની કૃપા ચાલી રહી છે. ચારે બાજુ બદલાવની વાત થઈ રહી છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું. મને જાણવા મળ્યું છે કે અહી એક MLA છે. ચૂંટણી પહેલાં એની પાસે ૪ એકર જમીન હતી, ચૂંટણી જીત્યા પછી ૫ વર્ષમાં એની પાસે ૧૦૦૦ એકર જમીન થઈ ગઈ. દિલ્લી અને પંજાબમાં દેશ માટે પોતાના પ્રાણ આપનાર શહીદને ૧ કરોડની સન્માન રાશિ આપવામાં આવે છે. મેં જ્યારે ગુજરાતમાં આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે ભાજપ સરકારે જાહેરાત તો કરી દીધી પરંતુ હજી સુધી કોઈને રાશિ નથી આપી. આ લોકોની નિયત જ નથી.
કેજરીવાલે વધુમાં કહ્યું કે મારો જન્મદિવસ હતો ત્યારે હું ગુજરાતમાં હતો ભગવંત માન પણ એમના જન્મદિવસે ગુજરાતમાં છે. ગુજરાતના લોકો અમને એટલો બધો પ્રેમ કરે છે કે હવે અમે અમારો જન્મદિવસ પણ અહી જ મનાવીએ છે. અમારા શિક્ષણમંત્રી છે. એમને દિલ્લીમાં શિક્ષણ ક્ષેત્રે જોરદાર કામ કર્યું છે. થોડા દિવસ પહેલા તેઓ ગુજરાત આવ્યા હતા. એમને કહ્યું હતુ કે ગુજરાતમાં AAPની સરકાર બનતા પ્રત્યેક ગામ અને શહેરમા શ્રેષ્ઠ સરકારી શાળાઓ બનાવીશુ. આજે ભાજપવાળાએ એમની ધરપકડ કરાવી દીધી. આશાવર્કર બહેનો ખૂબ શક્તિશાળી હોય છે. જો તમાંમ આશાવર્કર બહેનો એક થઈ જાય અને ગુજરાતમાં ઘરે-ઘરે જઈ પરિવર્તન લાવવાની વાત કરે તો, ગુજરાતમાં પરિવર્તન આવી જાય.
અમે તમામ ધારાસભ્યોના પેન્શન બંધ કરાવી દીધા: માન
આ પ્રસંગે પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે, અમે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોના પરિવારોને ૧ કરોડની સન્માન રાશિ આપીયે છીએ. પહેલા આ લોકો શહિદની વિધવા પત્નીને સિલાઈ મશીન આપતા હતા. આ પ્રકારે સન્માન કરે છે દેશના વીર શહીદોનું! પંજાબમાં અમારી સરકાર બને હજી ૭ મહિના થયા છે. અમે ૫૦ લાખ લોકોના ઘરના વીજબીલ જીરો કરી દીધા. લગભગ ૨૦,૦૦૦ લોકોને સરકારી નોકરી આપી દીધી. ૧૪, ૧૫ અને ૧૬ તારીકે પોલીસની પરીક્ષા હતી. અમારા ત્યાં પેપર નથી ફૂટતા.