Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા હાથ ધરવામાં આવેલી મોટી કાર્યવાહીમાં 13 કેસોમાં કુલ 61 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જિલ્લાના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સાહેબે આ દંડ ફટકાર્યો છે.


ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્રારા દાખલ કરાયેલ ૧૩ કેસોમાં બનાસકાંઠા જિલ્લાના એડજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટકરની કોર્ટ દ્રારા કુલ રૂ ૬૧ લાખનો દંડ કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જિલ્લામાં જુદીજુદી ખાઘચીજોના નમુનાઓ નીચે મુજબની વિગતે લેવામાં આવેલા હતા , જે પેઢીઓના નમુના ધારાધોરણ મુજબના ન હોય તેને સંલઝ્ન તમામ જવાબ જવાબદારો સામે જિલ્લાના એડજ્યુડિકેટીંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવેલા હતા , જે તમામ કેસો ચાલી જતાં જવાબદારોને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


મુખ્ય ગેરરીતિઓ અને દંડની વિગતો:



  1. પેકેજ્ડ પીવાનું પાણી:


    • Bliteri Packaged Drinking Water: યીસ્ટ મોલ્ડ કાઉન્ટ વધુ હોવાને કારણે 5 લાખનો દંડ

    • Ballen+TM અને BALLEN+ પેકેજ્ડ પીવાનું પાણી: એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટ નિયત માત્રાથી વધુ હોવાને કારણે કુલ 6 લાખનો દંડ

    • AA bioleri પેકેજ્ડ પીવાનું પાણી: એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટ વધુ અને અયોગ્ય લેબલિંગ માટે 8 લાખનો દંડ

    • Ocean પેકેજ્ડ પીવાનું પાણી: એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટ વધુ હોવાને કારણે કુલ 6.5 લાખનો દંડ


  2. ડેરી ઉત્પાદનો:


    • માવો અને મીઠો માવો: મિલ્ક ફેટ ઓછું હોવાને કારણે કુલ 13 લાખનો દંડ

    • Low Fat Paneer: મિલ્ક ફેટ નિયમ મુજબ ન હોવાથી અને અયોગ્ય લેબલિંગ માટે કુલ 3.5 લાખનો દંડ


  3. તેલ અને ઘી:


    • Refined palm oil: આયોડીન વેલ્યુ અને B.R. રીડિંગ નિયમ મુજબ ન હોવાથી 5 લાખનો દંડ

    • Kanak refined soyabean oil: એસિડ વેલ્યુ નિયમ મુજબ ન હોવાથી કુલ 8 લાખનો દંડ

    • ઘી (લુઝ): ફોરેન ફેટની હાજરીને લીધે 5 લાખનો દંડ


  4. અન્ય:


    • વેજ. મંચુરિયન ગ્રેવી: સિન્થેટિક કલરની હાજરીના કારણે 1 લાખનો દંડ



આ કાર્યવાહી દ્વારા ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના માપદંડોનું કડક પાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પગલાંથી ઉપભોક્તાઓને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.


આ પણ વાંચોઃ


નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો