બનાસકાંઠા જિલ્લામાં દારૂ-ડ્રગ્સની બદ્દી મુદ્દે મામલો ગરમાયો છે. રાજકીય પક્ષોના આરોપ- પ્રતિ આરોપથી રાજનીતિ ગરમાઈ છે. આ વચ્ચે પાલનપુરની છાપરા પંચાયતે મહત્વનો નિર્ણય લીધો હતો. દારૂના દૂષણે અનેક ઘરોને બરબાદ કરી નાંખ્યા છે ત્યારે બનાસકાંઠાની છાપરા પંચાયતે નિર્ણય લીધો હતો કે યુવાધનને બરબાદ થતું અટકાવવા હવે જે વ્યકિત દારૂ પીતા પકડાશે તો પંચાયત તરફથી તેને મળતી તમામ સેવામાંથી બાકાત રખાશે. આટલું જ નહીં ગામમાં દારૂની ભઠ્ઠી ચલાવનારાને પણ પંચાયત તરફથી મળતી સેવાઓ બંધ કરાશે.  છાપરા પંચાયતના સરપંચે કરેલા નિર્ણયની ગ્રામજનોની સાથોસાથ આસપાસના ગ્રામજનો પણ પ્રશંસા કરી રહ્યા છે.

Continues below advertisement

પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતએ દારૂ બંધીને લઈને અનોખો નિર્ણય કર્યો હતો. ગામમાં કોઈ પણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતે પ્રતિબંધ લગાવ્યો હતો. જો કોઈ વ્યક્તિ દારૂ ગાળવાનું કે દારૂ વેચાણ કરતો ઝડપાશે તો પંચાયતની તમામ સેવાઓ તે વ્યક્તિ માટે બંધ કરવા માટે  નિર્ણય કરાયો હતો. ગામમાં દારૂની ભઠ્ઠી પણ ઝડપાશે તો તેને પણ પંચાયત તરફથી મળતી સેવાઓ બંધ કરી દેવાનો પણ નિર્ણય કરાયો છે.

ગામડાઓ પણ આ બદીને રોકવા માટે અલગ અલગ કડક નિયમો બનાવી રહ્યા છે. અત્યારે પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતમાં દારૂની બદી રોકવા માટે અનોખો નિર્ણય કરાયો છે. દારૂના કારણે છાપરા ગામમાં અનેક લોકોના ઘર બરબાદ થયા છે અને યુવાનો દારૂના લતે ચડ્યા છે ત્યારે હવે ગ્રામ પંચાયતે એક અનોખો નિર્ણય કર્યો હતો. જે કોઈ વ્યક્તિ દારૂ પીશે તેને પંચાયતની સેવામાંથી બાકાત રાખવામાં આવશે. તેમજ ગામમાં કોઈ દારૂની ભઠ્ઠી પણ ચલાવતો હશે તેને પણ ગ્રામ પંચાયતની સેવાઓ આપવામાં નહીં આવે તેવો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે.

Continues below advertisement

ગામમાં દારૂના કારણે એક  32 વર્ષના યુવાનનું મોત થયું હતું. જેમાં ત્રણ બાળકોની માતા વિધવા બની હતી. ત્યારે અનેક યુવાનો બરબાદ થયા છે અનેક ઘર બરબાદ થયા છે ત્યારે હવે ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને દારૂની બદી બંધ થાય તે માટે બધા લોકોએ ભેગા મળીને આ નિર્ણય કર્યો હતો ત્યારે આ નિર્ણયને લઈને ગ્રામજનોનું કહેવું છે કે દારૂ રોકવા માટે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ દારૂનું દુષણ દૂર થતું નહોતું ત્યારે હવે આ નિર્ણય કરવામાં આવ્યો છે.