પાલનપુરઃ બનાસકાંઠાના પત્નીને ટ્રિપલ તલાક આપનાર ક્લાસ વન અધિકારીને પાલનપુર કૉર્ટે 1 વર્ષની કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો છે. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં પાણી પુરવઠા વિભાગમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવતા સરફરાઝ બિહારીએ પત્નીને ત્રણ વાર તલાક કહીને કાઢી મૂકી હતી. આટલું જ નહીં પત્ની અને દીકરીની હયાતીમાં જ હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. જેથી મહિલાએ કૉર્ટમાં ફરિયાદ કરી હતી. પાલનપુર કૉર્ટમાં કેસની સુનાવણી થતા તેને સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.


Amreli : 11 વર્ષની ભાણેજ પર છ માસ સુધી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ


અમરેલીઃ ૧૧ વર્ષની કૌટુંબીક ભાણેજ પર મામાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં હાહાકાર મચી ગયો છે. ચક્કરગઢ રોડ ઉપર રહેતા એક શખ્સે 11 વર્ષની ભાણેજ પર છ માસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. મામા ભાણેજના સંબંધોને લજવતો કિસ્સો આવ્યો સામે. કૌટુંબિક બેન ફરિયાદ દાખલ કરવા જઈ રહી હતી ત્યારે તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. પિતા પુત્ર બંને વિરુદ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પિતા પુત્ર બંનેની અમરેલી પોલીસે ધરપકડ કરી લીધી છે. 




 



Anand : રતનપુરા મોટી કેનાલમાં 4 બાળકો ડૂબ્યા, 2 બાળકોના મોત
આણંદઃ ઉમરેઠની રતનપુરા મોટી કેનાલ માં ૪ બાળકો ડુબ્યા છે. ર બાળકોના મોત થયા છે, જ્યારે  બેને બચાવી લેવાયા છે.  કાળજાળ ગરમીમાં ઠંડીનો અહેસાસ મેળવવા કેનાલમાં નહાવા પડયા હતા.  વહેતા પાણીમાં બાળકોએ  બૂમાબૂમ કરતા આસપાસના રાહદારીઓ  દોડી આવ્યા હતા. આણંદ ફાયર ફાઈટર સ્થળ પર પહોંચી ર બાળકોને બચાવ્યા. બે બાળકો પાણીમાં ગરકાવ થતાં મોતને ભેટયા. મૃત બાળકો ઉમરેઠના રતનપુરાના ૨હેવાસી હોવાનું જાણવા મળ્યું છે.


 


નોરા ફતેહીનું આ સ્ટાર ડાન્સર સાથે ચાલતુ હતુ અફેર, ડાન્સરે ખુદ કર્યો રિલેશનશીપ અંગે ખુલાસો.....


વિચિત્ર કિસ્સોઃ દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં જ મહિલા શબપેટીમાંથી જીવીત નીકળી ને પછી.......


વ્યાજ દર વધતા જ સ્ટોક માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1200 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 400 પોઈન્ટ ઘટીને 16650 નજીક


Repo Rate Hiked: મધ્યમ વર્ગને RBI નો મોટો ઝાટકો, રેપો રેટમાં કર્યો વધારો, જાણો લોનનો હપ્તો કેટલો વધી શકે છે