સુરેંદ્રનગરઃ માલવણ કચ્છ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોડી રાતે ઇકો કાર અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3ને ઇજા પહોંચી હતી. 108ની મદદથી ઇજાગ્રસ્ત 3ને સરકારી હોસ્પિટલમાં ધ્રાંગધ્રા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા.

અકસ્માતની જાણ થતાં માલવણ પોલીસ જગ્યા સ્થળે પોહંચી હતી. અકસ્માત સર્જાતા ટાફિક જામ ના દ્રશ્યો સર્જાયા. અકસ્માતમાં 3ના મોત, અન્ય 3 ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

Amreli : 11 વર્ષની ભાણેજ પર છ માસ સુધી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ

અમરેલીઃ ૧૧ વર્ષની કૌટુંબીક ભાણેજ પર મામાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં હાહાકાર મચી ગયો છે. ચક્કરગઢ રોડ ઉપર રહેતા એક શખ્સે 11 વર્ષની ભાણેજ પર છ માસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. મામા ભાણેજના સંબંધોને લજવતો કિસ્સો આવ્યો સામે. કૌટુંબિક બેન ફરિયાદ દાખલ કરવા જઈ રહી હતી ત્યારે તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. 

પિતા પુત્ર બંને વિરુદ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પિતા પુત્ર બંનેની અમરેલી પોલીસે ધરપકડ કરી લીધી છે. 

Anand : રતનપુરા મોટી કેનાલમાં 4 બાળકો ડૂબ્યા, 2 બાળકોના મોતઆણંદઃ ઉમરેઠની રતનપુરા મોટી કેનાલ માં ૪ બાળકો ડુબ્યા છે. ર બાળકોના મોત થયા છે, જ્યારે  બેને બચાવી લેવાયા છે.   કાળજાળ ગરમીમાં ઠંડીનો અહેસાસ મેળવવા કેનાલમાં નહાવા પડયા હતા.  વહેતા પાણીમાં બાળકોએ  બૂમાબૂમ કરતા આસપાસના રાહદારીઓ  દોડી આવ્યા હતા. આણંદ ફાયર ફાઈટર સ્થળ પર પહોંચી ર બાળકોને બચાવ્યા.

બે બાળકો પાણીમાં ગરકાવ થતાં મોતને ભેટયા. મૃત બાળકો ઉમરેઠના રતનપુરાના ૨હેવાસી હોવાનું જાણવા મળ્યું છે.