Banaskantha News: આજે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં આવાસ યોજનાનું લોકાર્પણ કર્યુ છે, લાખો લાભાર્થીઓ સાથે વર્ચ્યૂઅલી સંબોધન કરીને પીએમ મોદીએ આવાસ સોંપ્યા હતા, આજે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્યકક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા, અને વડાપ્રધાન નરેન્દ્ર વર્ચ્યૂઅલી લાભાર્થીઓને સંબોધન કર્યુ હતુ. 


પીએમ મોદી લાભાર્થીઓ સાથેની વાતચીતમાં પહેલા બોલ્યા 'જય અંબે', આ દરમિયાન પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વાતચીત કરી. પીએમ મોદીએ કહ્યું કે, આજે લાખો લોકોને પાણી, વીજળી અને ગેસની સુવિધા મળી છે. ઝુપડામાંથી પાકા મકાનમાં રહેવા આવ્યા છે, બનાસકાંઠાના લાભાર્થીઓને PMએ 'જય અંબે' કહીને સંબોધન કર્યુ હતુ. 


પીએમ મોદીના વર્ચ્યૂઅલ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લાભાર્થીઓને સંબોધ્યા હતા, સીએમ જણાવ્યુ કે, પીએમની પ્રેરણાથી આજે લાખો પરિવારના આંગણે લાપસીના આંધણ મુકાયા છે, ગુજરાતના લાખો પરિવારને ઘરની ભેટ મળી છે. પોતાનું ઘર એ દરેકનું સપનું છે, પીએમ આવાસ યોજનાથી ગરીબોને પાકી છત મળી છે, ગુજરાતમાં 13.42 લાખથી વધુ આવાસનું નિર્માણ થયું છે. રાજ્યભરના લાખો લોકો કાર્યક્રમમાં જોડાયા છે. દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. હવે દેશને વિશ્વગુરૂ બનાવવાની પીએમ મોદીની નેમ છે. આજે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત જરૂરી છે, એટલુ જ નહીં પીએમે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાથી ઈતિહાસ સર્જ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, રાજ્યના લાખો પરિવારોને સપનાનું ઘર મળશે, પીએમ એક લાખથી વધુ આવાસોનું કરશે ઈ-લોકાર્પણ કર્યુ છે. રાજ્યના 115 ગ્રામીણ, 67 શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાશે. રાજ્યમાં પીએમ આવાસ યોજના હેઠળ કુલ 13.42 લાખથી વધુ આવાસો છે.