બનાસકાંઠામાં નકલી ઘી નો જથ્થો ઝડપાયો, 600થી વધુ અમૂલ બ્રાંડના ડબ્બાઓ મળ્યા
abpasmita.in
Updated at:
15 Nov 2016 08:05 PM (IST)
NEXT
PREV
બનાસકાંઠા: થોડાક દિવસ અગાઉ ડીસા તાલુકા પોલીસે નકલી ઘીનો મોટો જથૉ ઝડપી પાડ્યો હતો બાદ ડીસા થી થોડે દુર આવેલા ચંડીસર માં ગઢ પોલીસ એ એક ફેક્ટરી માં રેડ કરતા પોલીસ નાં હાથે શંકાસ્પદ ઘી ઝડપાયું હતું. આ ફેક્ટરી માં 600 થી વધારે અમુલ બ્રાન્ડ નાં ઘી નાં ડબ્બા જોવા મળ્યા હતાં.ફેક્ટરી સંચાલક નું કહેવું છે કે તેઓ હેલ્થ નામની કંપનીનું ઘી બનાવે છે તો અમુલ કંપનીનાં ડબ્બા ક્યાંથી આવ્યાં આ ફેક્ટરી માં અધિકારીઓ અને મીડિયા ની ટિમ પહોચી ત્યારે ફેક્ટરી માં ઘી બનાવવાનું ચાલુ હતું. આ મામલે ફુડ વિભાગ ને જાણ કરતા ફુડ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા નથી તે ઉપરાંત આટલા મોટા પ્રમાણ માં અમુલ ઘી નો જથ્થો આ ફેક્ટરી માં ક્યાંથી આવ્યો. આ કેમ્પની મા હેલ્થ નામની કંપનીનું ઘી બનાવવા નું ચાલુ હોય તો અમુલ ઘી કેમ લાવવામાં આવ્યુ તેવા અનેક પ્રશ્નો ઉભા થયાં છે. જે પ્રકારે આ ફેક્ટરી ની અંદર ઘી બનાવવાની કામગીરી ચાલતી હતી જેનાં પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે આ ફેક્ટરી મા બનાવવા માં આવતું ઘી મા મોટા ચેડાં થઈ રહ્યાં છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -