બનાસકાંઠાઃ ધાનેરાના મહેશ્વરી પરિવારને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 3 મહિલા સહિત ટોટલ 4ના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલ થયા છે. રાજસ્થાનના ગુડા મલાણી પાસે બની અકસ્માતની ઘટના. જશોલથી દર્શન કરી પરત આવતી વખતે મહેશ્વરી પરિવારને નડ્યો અકસ્માત. ટ્રકે ગાડી વચ્ચે અકસ્માત થતા મોતની કરુણ ઘટના આવી સામે. 4 મોતના સમાચાર મળતા મહેશ્વરી પરિવાર અને સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 





અલ્ટો કારને નડ્યો અકસ્માત.




Patan : 30 મુસાફરો ભરીને જતી એસટી બસ મારી ગઈ પલટી, કન્ડક્ટરનું મોત, 15 મુસાફરો ઘાયલ
પાટણઃ  સિદ્ધપુર નજીક બ્રાહ્મણવાડામાં ST બસ પલટી મારતા કન્ડક્ટરનું મોત થયું છે, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 6 મુસાફરોને ગંભીર ઇજા પહોંચી છે. સ્ટેરિંગ લોક થઈ જતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં ST બસ કન્ડક્ટરનું મોત નીપજ્યું છે. ST બસમાં 30 વધુ મુસાફરો સવાર હતા,  જેમાં 15થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી.


6 મુસાફરોને ગંભીર ઇજાઓ થતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તમામની તબિયત સ્થિર છે. ST બસ પાલનપુર થી છોટાઉદેપુર જતી વખતે સિદ્ધપુર ના બ્રાહ્મણવાળા નજીક બની હતી ઘટના.  ખળી અને ઉંઝા વચ્ચે બની અકસ્માતની ઘટના બની હતી. ઘાયલ મુસાફરોને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પાલનપુરથી છોટા ઉદયપુર બસ જઈ રહી હતી. સિદ્ધપુર પોલીસ પણ અકસ્માત સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી. 


Gujarat : ઉત્તર ગુજરાતના ભાજપના કયા નેતા વીજચોરી કરતા ઝડપાયા, કેવી રીતે ફૂટ્યો ચોરીનો ભાંડો?
પાટણઃ હારીજમાં  ભાજપના નગર સેવક વીજ ચોરી કરતા ઝડપાયા છે. શહેરના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર અમરત પ્રજાપતિ વીજ ચોરી કરતા ઝડપાયા છે. સર્વિસ વાયરમાં ટેપીગ કરી સ્વીચમૂકી મીટરને ફરતું અટકાવી કરાતી હતી વીજ ચોરી. UGVCL ટીમ દ્વાર સિધેશ્વરી સોસાયટીમાં ચેકીંગ દરમિયાન વીજ ચોરી ઝડપાઇ. નગર સેવકને 65 હજાર 911નું દંડ આપી UGVCL ટીમ દ્વારા કરાઈ કાર્યવાહી.


આ અંગેની વિગતો એવી છે કે, સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા પાલિકાના ભાજપના કાઉન્સિલર અમરત પ્રજાપતિને  ત્યાં યુજીવીસીએલની ટીમે ઓચિંતી રેડ કરી હતી. ટીમ તપાસ કરતાં ઘર મીટરમાં આવતા સર્વિસ વાયરમાં ટેપિંગ કરી અલગથી સ્વીચ મૂકી અને વીજ મીટરને ફરતું અટકાવી ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવી રહી હતી. ચોરી પકડાતા હારીજ ઈજીવીસીએલની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


યુજીવીસીએલને વીજ ચોરી થવાની બાતમી મળતા ઓચિંતી રેડ પાડી હતી. જેમાં ઘર મીટરમાં આવતા સર્વિસ વાયરમાં ટેપિંગ કરી અલગથી સ્વીચ મૂકી મીટરને ફરતું અટકાવતો હતો. સ્વીચ દ્વારા મિટર ચાલુ બંદ થવાનો પેતરો રચ્યો હતો. જોકે, વીજ કંપનીની ટીમની મહેનતથી વીજ ચોરી કરતા પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રકમ રૂ.65,911નો દંડ ફટકાર્યો હતો.