બનાસકાંઠાના વાવ, થરાદ, લાખણી, દિયોદર, સુઇગામ, ડીસા,અમીરગઢ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવ ,સુઇગામમાં કરા સાથે કમોસમી માવઠું પડ્યું છે. વીજળીના કડાકા, ભારે વાવાઝોડા સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.
બનાસકાંઠામાં આવેલ વાવાઝોડાને કારણે એક બાળકનું મોત પણ થયું છે. ભાભરના સનેસડા ગામમાં આ ઘટના બની છે. મોડી રાતેં આવેલ કુદરતી આફત ભારે પવન સાથે કમોસમી વરસાદના કારણે ઘર ની ઉડતા 7 વર્ષના બાળકનું મોત થયું છે. ઘરમાં બેઠેલા બાળક પર ભારે પવનને કારણે માથે મકાનની કુંભી પડી હતી અને તેનું મોત થયું.
ભારે વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ ઝાડ અને વીજ પોલ ધરાશાઈની ઘટના બની છે. અનેક ગામડાઓમાં ઘરોને નુકસાન પણ પહોંચ્યું છે. માવઠાના કારણે ખેડૂતોને બાજરી, જુવાર સહિતનો પાક નિષ્ફળ જવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.