Navsagar Dairy Farm: બનાસકાંઠાના પ્રગતિશીલ પશુપાલકે અનોખું ડેરી ફાર્મ વિકસાવ્યું છે. ધાનેરાના ફતેપુરાના પશુપાલકે ડેરી ફાર્મ વિકસાવી અનેક ઉપલબ્ધી હાંસલ કરી છે. આ અનોખા ડેરી ફાર્મને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યુ અને અનેક પશુપાલકો માટે પશુપાલન ક્ષેત્રે આ ડેરી ફાર્મ સિદ્ધિ હાંસલ કરવા માટે ઉત્તમ ઉદાહરણ રૂપ સાબિત થશે.




બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે ત્યાં પશુપાલકો દ્વારા અનેક ગણા પશુપાલન ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે ત્યારે આજે ધાનેરાના ફતેપુરામાં અધતન સુવિધા સફર ડેરી ફાર્મને ખુલ્લુ મુકવામાં આવ્યું. પ્રગતિશીલ પશુપાલક દ્વારા ગાયોને રહેવા માટે નવસાગર ડેરી ફાર્મ થકી આધુનિક એનિમલ સેડ, હવા ઉજાસ વાળો શેડ, મિલ્કીંગ પાલર, બીએમસી રૂમ, પશુઓનું ટેગિંગ અને કોલર બેલ્ટ દ્વારા મોનિટરિંગ, પશુના આરામ માટે ઓગર કુલિંગ ફેન,રબરમેટ, એનિમલ ગૃમીંગ બ્રશ, સંપૂર્ણ મિક્સર મશીન, બાયોગેસ પ્લાન્ટ,બાયોગેસ ઈલેક્ટ્રિક જનરેટર,ઓર્ગેનિક ખાતર પેકિંગ પ્લાન્ટ,સોયલાપીટ, દાણ ગોડાઉન શહીદ અધ્ધર સુવિધા સભર ડેરી ફાર્મ વિકસાવવામાં આવ્યું છે.


જોકે હાલ પશુઓની સંખ્યા માત્ર ૨૦૦ છે. આ અગાઉના સમયમાં 200થી વધારી 500 પશુ બનાવવાનું લક્ષ્યાંક પશુપાલકે નક્કી કર્યું છે .દૈનિક દૂધની આવકની જો વાત કરવામાં આવે તો 1100 લીટર પ્રતિદિન આ ડેરી ફાર્મમાં ગાયો થકી દૂધ વિકસાવવામાં આવે છે અને સમગ્ર દૂધ બનાસ ડેરીમાં ભરાવી આજીવિકા મેળવવામાં આવે છે. જોકે પ્રગતિશીલ પશુપાલક ગણેશભાઈ પટેલ અને અજબાભાઈ પટેલ દ્વારા હાલ આ ડેરી ફાર્મનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.




હાલ આ ડેરી ફાર્મ વિકસાવા પાછળનું કારણ અને ખેડૂતો રોજગારી મેળવતા થાય. ગોબરગેસ પ્લાન્ટ દ્વારા ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરી જમીનોને રાસાયણિક ખાતર મુક્ત બનાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. આજે વિધાનસભા અધ્યક્ષ દ્વારા આ ડેરી ફાર્મ પશુપાલકો માટે ઉપયોગી સાબિત થશે અને અન્ય પશુપાલકો માટે પણ શીખ સમાન ડેરી ફાર્મને જોઈને નાના ડેરી ફાર્મ બનાવવા પણ આગ્રહ કરવામાં આવ્યો હતો. અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇઝરાયેલની જેમ મોડર્ન ડેરી ફાર્મ વિકસાવવામાં આવ્યું છે જેમાંથી વધુ દૂધ ઉત્પાદન મેળવી અને વધુ રોજગારીની તકો ઊભી કરવા આ અધધતન સુવિધા સભર મોર્ડનડેરી ફાર્મ અનેક પશુપાલકો માટે શીખ અને પ્રગતિશીલ બનાવવા ઉપયોગી સાબિત થશે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial